અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ICDS વિભાગમાં નવી સ્કીમ..? માફી પત્ર લખો એટલે ફરીથી નોકરી,કર્મચારીને છુટા કર્યા બાદ બીજા અરજદારને તે જગ્યાનો ઓડૅર આપ્યો છતાં હાજર ના કર્યો…!! મળતીયા ઓ ને નોકરી લગાવવાનું કૌભાંડ !!
અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગમાં યોજાઇ પારદર્શકતા સાથે આઉટ સોર્સ ભરતી,અન્ય વિભગાઓમાં મળતીયા ઓ ને નોકરી લગાવવાનું કૌભાંડ !!
અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે ગત 27 સપ્ટેબર ના રોજ આઉટ સોર્સ જુનિયર ક્લાર્ક માટે ભરતી મેળો યોજવામાં આવ્યો હતો,આ ભરતી મેળો યોજવા પહેલા અખબારી જાહેરાત પ્રસિદ્ધ કરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને બોલાવી ભરતી યોજી હતી.સવાલ એ થાય છે કે,અન્ય વિભાગોમાં કેમ આવી રીતે પારદર્શક ભરતી યોજવામાં આવતી નથી,શું અધિકારી તેમના મળતીયા ઓ ને જ ખાલી જગ્યાઓ પર નોકરી લગાવી કૌભાંડ આચરી રહ્યા છે?અરવલ્લી ICDS વીભાગના ભિલોડા CDPO ઘટક-૧ માં 7 માસ પૂર્વે ખાલી પડેલ PSE ઇન્સ્ટેક્ટરની એક જગ્યા માટે ત્રણ-ત્રણ વાર ભરતી કરવામાં આવી,કેમ સંબધિત અધિકારીની મિલી ભગતથી ચેડાં કરવામાં આવી રહ્યા છે? જેવા અનેક સવાલો ઉઠ્યા છે,ખાલી જગ્યા માટે છ મહિના બાદ અન્ય એક મહિલાની નિમણુંક કરવામાં આવે છે પરંતુ એ મહિલા સરકાર ના પરિપત્ર મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતી ના હોવા છતાં તેની ભરતી કરી દેવામાં આવે છે,આ ભરતીનો આંતરિક વિવાદ સર્જાતા માત્ર 20 દિવસ જેટલા સમય માં તેની નિમણુંક રદ કરી,તેની જગ્યાએ અન્ય મહિલાની તાત્કાલિક નિમણુંક કરવામાં આવે છે,જિલ્લામાં અધિકારીઓ બેફામ બન્યા છે.મોડાસા ઘટક-2 માં પણ ફરજ બજાવતા એક મહિલા કર્મી પાસે કોઈ કારણોસર રાજીનામું લઈ લેવામાં આવ્યું છે.એ ખાલી પડેલ જગ્યા માટે 20 દિવસ પૂર્વે એક શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણુંક થાય છે તેને વર્ક ઓડર મળે છે,ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે સંબધિત કચેરીએ જાય છે પરંતુ તેને ત્રણ ત્રણ દિવસ સુધી બહાર બેસાડી રાખવામાં આવે છે.અધિકારી મુલાકાત તો ઠીક પરંતુ એની વાત સાંભળવા માટે તૈયાર ન હતા,આ વ્યક્તિ છેલ્લે કંટાળી DDO ને મળે છે અને રજુઆત કરે છે પણ શું,DDO મળ્યા બાદ પણ અસંતોષકારક જવાબ ન મળતા વિશ્વાસ ગુમાવે છે,બે દિવસ બાદ આ વ્યક્તિ એક આગેવાન આપવીતી જણાવે છે.આ આગેવાન સાથે નિવાસી કલેકટરને મળી અને રજુઆત કરે છે પરંતુ અધિકારીઓ જ અધિકારીને ગાંઠતા ન ત્યારે પ્રામાણિક અધિકારીઓ લાચાર બની જાય છે.બીજા દિવસે માહિતી મળે છે કે જે જગ્યા ખાલી હતી એ જગ્યા પર જે બેન પાસે રાજીનામુ લઈ ફરજ મુક્ત કરવામાં આવ્યા હતા એમની પાસે માફી પત્ર લખાવી પાછા લઈ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.અધિકારીઓ ની આવી તાનાશાઈ થી લોકો તોબા પોકારી ઉઠ્યા છે.એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ય કક્ષાએ થી તપાસ થાય તે માટે રજુઆત કરશે હોવાનું જણાવ્યું હતું.ધ્યાન રાખજો કોઈ કોઈનું સાંભળતું નથી એ પછી અધિકારી હોય કે પદાધિકારી હોય માત્ર તાઈફાઓ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.