
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા: લેબોરેટરીમાં દર્દીનો રિપોર્ટ પોઝીટીવ આવે ચિંતા ન કરતા…! લેબોરેટરીમાં ચાલતી લાલીયાવાડી ને લઈ આરોગ્ય અધિકરીને ઘટતું કરવા અરજદારે અરજી કરી
મોડાસા શહેરના દ્વારકાપુરી સોસાયટીમાં રહેતા એક પરિવારનેએક લેબોરેટરીના રિપોર્ટ એ માનસિક તણાવ મૂકી દીધો છે, વાત છે દિવ્ય નામનો પુત્રની , દિવ્ય છેલ્લા એક વર્ષથી ટ્યુમર ની બિમારી થી પીળાઇ રહ્યો છે,તેની એક વર્ષથી યોગ્ય સારવાર પણ ચાલી રહી છે,દર ત્રણ મહીને રીપોટો કરવા પડે છે,ત્યારે મોડાસા શહેરની સંજીવની હોસ્પિટલમાં અમદાવાદ થી કેન્સરના દર્દીની સારવાર માટે આવતા, ડૉ નહુશ તાહીલીય ને, ગત તારીખ ૨૬ જૂન ના રોજ ડૉ નહુશ તાહીલીય ને બતાવતા તેઓએ રીપોટ કરારવા જણાવ્યું હતું, તો સંજીવની હોસ્પિટલની એક્યુરીસ લેબોરેટરી માં લોહીના નમુના લઇ લેબોરેટરીમાં નિદાન કરાવ્યો તો રીપોટ પોઝીટીવ આવ્યો,ડૉકટર તાહીલીયએ રીપોટ જોઈ, દિવ્ય ના પિતાને અમદાવાદ લઈ આવવા જણાવ્યું હતું,રિપોર્ટ આવ્યા બાદ માતા પિતા સહિત પરિવાર જનો દુઃખમાં ગરકાવ થઈ ગયો,પરિવાર ને કંઈ સુઝે નહીં તેવી સ્થિતિમાં મુકાઈ ગયો હતો,પુત્ર ને લઈને ગત ૨૭ જૂનના રોજ,અમદાવાદ જાયડસ હોસ્પિટલ ખાતે લઈ જવાના આવ્યો હતો,ડોક્ટરને મળ્યા તો ડોક્ટરે ફરીથી રીપોટ કરવા જણાવ્યું, પુત્રનો ફરીવાર કેન્સર હોસ્પિટલ ની લેબોરેટરીમાં જઇને રિપોર્ટ કરાવ્યો તો, તે રિપોર્ટ બિલકુલ નોર્મલ આવતા,ડૉકટર તાહીલીય એ પરિવાર ને કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી,ડોક્ટરની આ વાત સાંભળી પરિવાર ચિંતા મુક્ત તો થયો પરંતુ,મોડાસા ની જે લેબોરેટરી ના રિપોર્ટને લઈ,સંચાલક સામે સવાલો ઉભા થાય છે,કેમ લોકો સાથે ખીલવાર થઇ રહ્યો,આ બાબતે ભોગ બનનાર પરિવારે,અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારીને ઘટતું કરવા લેખિત ફરિયાદ કરી હોવાનું,દિવ્ય ના પિતા રમણલાલ કલાલે જણાવ્યું હતું.





