
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી સાબરકાંઠામાં પ્રાયવેટ કમ્પનીમાં સરકારી કર્મચારીઓ સહીત અનેક લોકોનું કરોડોમાં રોકાણ, બજારમાં અવનવી ચર્ચાઓ જામી
આર બી આઈ એ પણ ચેતવણી આપી છે વિદેશી મુદ્રા ક્રિપટો કરન્સી ડીઝીટલ કરન્સી સુરક્ષિત નથી
કહેવાય છે કે માણસ માત્ર લોભ ને પાત્ર હોય છે અને અતિશય લોભ થાય ત્યારે વસ્તુ હોય કે વ્યક્તિ વિનાશના પંથે જ જાય છે જેના ગણા દાખલા જોયા છે હાલ લે ભાગું બની બેસેલી પ્રાયવેટ કંપની ની અનેક ચર્ચાઓ લોક મુખે ચાલી છે એમાં પણ ખાસ કરીને અરવલ્લી અને સાબરકાંઠા માં ચાલી રહેલી પ્રાયવેટ કંપની માં લોકો ઊંચું વ્યાજ મેળવવા ની લાલચમાં રોકાણ કરી રહ્યાં છે જેનો ફુગ્ગો ક્યારે ફૂટશે એ તો સમય જ બતાવશે
અરવલ્લી સાબરકાંઠા માં ખાસ કરીને સરકારી કર્મચારીઓ સહીત અનેક લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ મહિને ત્રણ થી ચાર તેમજ પાંચ ટકા વ્યાજ મળી રહે તે હેતુ થી પ્રાયવેટ કંપનીમાં રોકાણ કર્યું છે જે વાતો હાલ ચારે કોર ચર્ચાઈ રહી છે સરકારી કર્મચારીઓ પણ પોતાના પગાર થી સંતોષ ના હોય તેવી રીતે ચેનલ મારફ્તે કામ કરતા જોતરાયા છે અને એક પછી એક ના નીચે રોકાણ કરતા વ્યક્તિની ચેનલ બનાવી કરોડો રૂપિયા હાલ પ્રાયવેટ કંપનીમાં રોકાણ કરી રહ્યા છે જેમાં અરવલ્લી સાબરકાંઠા માં રોકાણ કરતી પ્રાયવેટ કંપનીઓ પોતાના નામના મસમોટા હોડીંગ્સ અને બેનર લગાવી લોકોને આકર્ષવા પ્રયત્ન કરી રહ્યાં છે પરંતુ આ ચાલતી પ્રાયવેટ કંપનીઓ પર રોકાણ માટે ના કોઈ નીતિ નિયમો તેમજ સરકારી ગઇડલાઇન ખરી….? આ પણ એક સવાલ છે,પ્રાયવેટ કંપનીમાં થયેલ કરોડો રૂપિયાનો કોઈ હિસાબ ખરો…? રૂપિયા ક્યાં જાય છે કઈ બેંકમાં જમા થાય છે તેનો આધાર પુરાવો ખરો…? જો આધાર પુરાવા સાથે લોકોના રૂપિયા રોકવામાં આવતા હોય તો બેંકો કરતા પ્રાયવેટ કંપનીમાં રૂપિયા મુકવા કે નહિ તે સવાલ રોકાણકારોમાં પણ ઉદભવે છે હાલ તો અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં થયેલ સરકારી કર્મચારીઓ સહીત અનેક લોકોના કરોડો રૂપિયાના રોકાણ માટે ચાલતી પ્રાયવેટ કંપની પર કોના આશીર્વાદ છે તે જોવાનું રહ્યું…





