ARAVALLIBHILODA

ભિલોડા :વિદ્યાર્થીના આપઘાત ને મામલે પ્રેરણા હાઈસ્કૂલના મંડળ દ્વારા શિક્ષક કે ડી ભૂધરા ને ફરજ મુક્ત (સસ્પેન્ડ)કરાયા,પોલીસને લેખિત જાણ કરાઈ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડા :વિદ્યાર્થીના આપઘાત ને મામલે પ્રેરણા હાઈસ્કૂલના મંડળ દ્વારા શિક્ષક કે ડી ભૂધરા ને ફરજ મુક્ત (સસ્પેન્ડ)કરાયા,પોલીસને લેખિત જાણ કરાઈ

 

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના,મઉ ટાંડા ગામ ના ધોરણ 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીના આપઘાત મામલે,ભિલોડા નગરની પ્રેરણા સ્કૂલના વિદ્યાર્થીઓ માં ભારે ભાર રોષ વ્યાપ્યો છે,આજે બીજા દિવસે પણ આક્રમક મૂળમાં જોવા મળ્યા હતા,ભિલોડા નગરના ઇડર શામળાજી હાઇવે પર વિદ્યાર્થીઓ ના સમૂહ એ ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો,વિદ્યાર્થી ને ટોર્ચર કરનાર શિક્ષક સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે સુત્રોચાર કરી વિદ્યાર્થીઓ એ રોષ ઠાલવ્યો હતો,વિદ્યાર્થીઓ ના પ્રદર્શન દરમિયાન,મૃતક વિદ્યાર્થી ના પિતા પણ ચક્કાજામ સ્થળે પહોંચ્યા અને ન્યાય ની માંગ કરી હતી.

વિધાર્થીના મોત ને મામલે સતત બીજા દિવસે પણ સ્કૂલના વિદ્યાર્થીઓ માં ભારે રોષ હતો અને ફરીથી રસ્તા પર ન્યાય ની માંગ સાથે તેમજ જે શિક્ષક પર આક્ષેપો થયાં છે તેને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને આ સમગ્ર મામલે સ્કૂલના મંડળ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે લેખિત જાણ કરતા જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ જ્યાં સુધી કાયદાકીય તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી શિક્ષક કે ડી ભૂધરા ને શાળા મંડળ દ્વારા નિર્ણય લઇ ફરજ મુક્ત (સસ્પેન્ડ )કરવામાં આવે છે જે અંગે નોંધ લેવા મંડળ દ્વારા પોલિસ સ્ટેશન ખાતે લેખિત જાણ કરાઈ હતી અને જે રીતે અરવલ્લી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા અને પોલીસ તપાસ થયાં પછી જે નિર્ણય આવશે તે સાથે મંડળ અને શાળા બંધાયેલ છે તે બાબતની ખાત્રી આપતાં લેખિત જાણ કરી શિક્ષકને ફરજમુક્ત કરાયા હતા

Back to top button
error: Content is protected !!