ARAVALLIMEGHRAJMODASA

મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણ, આરોપી સામે ગુનો નોંધાયો – ભિલોડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીની કરતૂસ, 27 દિવસ સુધી યુવતીને અલગ અલગ જગાએ લઈ ગયો..!!

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણ, આરોપી સામે ગુનો નોંધાયો – ભિલોડા તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીની કરતૂસ, 27 દિવસ સુધી યુવતીને અલગ અલગ જગાએ લઈ ગયો..!!

અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનમાં લગ્ન કરવાની લાલચ આપી યુવતી સાથે શારીરિક શોષણ તેમજ ધમકી આપ્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી છે.મેઘરજ ખાતે રહેતી 25 વર્ષીય યુવતીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રાયગઢ (તા. હિંમતનગર, જી. સાબરકાંઠા)ના મહેશભાઈ પરશુરામ ઓડએ લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસમાં લીધી હતી. ફરિયાદ અનુસાર તા. 28 જાન્યુઆરી 2026થી 24 ફેબ્રુઆરી 2026 દરમિયાન આરોપીએ યુવતીને રાજસ્થાન જયપુર દિલ્હી ઉતરાખંડ સહિત વિવિધ જગ્યાએ  27 દિવસ સુધી અલગ અલગ સ્થળોએ લઈ જઈ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હોવાનાપણઆક્ષેપો થઈરહ્યાછે.ફરીયાદી યુવતીએ લગ્ન બાબતે વાત કરતાં આરોપીએ પોતાનું પહેલેથી લગ્ન થયેલું હોવું અને ચાર સંતાનો હોવાની વાત કહી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત આરોપીએ યુવતી તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે મેઘરજ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં. 11188007260095/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 87, 64(2)(એમ), 352 તથા 351(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર આરોપી છેલ્લા પાંચ વર્ષથી મેઘરજ તાલુકા પંચાયતની અંદર મનરેગા વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હતો ત્યારબાદ છેલ્લા બે મહિનાથી ભિલોડા તાલુકા પંચાયત ખાતે બદલી થતા ફરીથી ભિલોડા તાલુકા પંચાયત વિભાગમાં મનરેગા વિભાગ માં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતો હોવાની માહિતી સામે આવી છે

Back to top button
error: Content is protected !!