મેઘરજ તાલુકામાં વિકાસના કામો ને નામે લક્ષ્મી વેડફાતિ હોય તેવા કામો સામે આવ્યા, ફરી એક વાર ગરનાળામાં મસમોટો ભ્રષ્ટાચાર,ગરનાળાનો ભાગ પાણીમાં તણાયો…!!
માત્ર 7 મહિનામાં મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ગરનાળુ તણાઈ ગયું હોય તેવા દ્રશ્યો,લાખો રૂપિયાના કામોના બિલ માત્ર કાગળ પાસ કે શું...?

અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં વિકાસના કામો ને નામે લક્ષ્મી વેડફાતિ હોય તેવા કામો સામે આવ્યા, ફરી એક વાર ગરનાળામાં મસમોટો ભ્રષ્ટાચાર,ગરનાળાનો ભાગ પાણીમાં તણાયો…!!
માત્ર 7 મહિનામાં મેઘરજ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ગરનાળુ તણાઈ ગયું હોય તેવા દ્રશ્યો,લાખો રૂપિયાના કામોના બિલ માત્ર કાગળ પાસ કે શું…?
અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટાચાર ચરણ સીમાએ પોહ્ચ્યો હોય તેવો ઘાટ જોવા મળ્યો છે અને જિલ્લામાં ખાસ કરીને મેઘરજ તાલુકામાં એક પછી એક ગરનાળા માં ભ્રષ્ટાચાર ના કામો સામે આવ્યા છે પરંતુ સવાલ એજ છે કે હલકા કામોના બીલો જલ્દીથી પાસ કરનાર સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી આવા મેઘરજ તાલુકામાં ઘણા કામો સામે આવ્યા છે જેના અહેવાલો પણ પ્રસિદ્ધ કરાયા છે છતાં કાર્યવાહી કેમ નથી થતી એ પણ એક સવાલ છે
મેઘરજ તાલુકામાં અધિકારીઓ અને કોન્ટ્રાકટર મિલી ભગત ને કારણે ફરી એક વાર ગરનાળા ના કામમાં મસ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેવા કામના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નદી – વાઘા પર બનાવેલ ગરનાળામાં મસ મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવું ગરનાળા નું કામ જોતો જ કહી શકાય છે બીજી બાજુ મેઘરજ તાલુકામાં વિકાસના કામો ને નામે લક્ષ્મી વેડફાતિ હોય તેવા કામો સામે આવ્યા વાણીયાવાડા ભાટકોટા ગામ વચ્ચે વાઘામાં બનાવેલ ગરનાળુ તૂટી પડ્યું છે સ્મશાન પાસે સાકલધરા વાઘા પર બનાવેલ ગરનાળુ સંપૂર્ણ તૂટી ગયુ જેને લઇ લાખો રૂપિયાના કામોમાં મસ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા મેઘરજ તાલુકામાં લાખો રૂપિયાના હલકી ગુણવત્તા કામોના બીલો પાસ કરનાર સામે થશે કાર્યવાહી એ પણ એક સવાલ ગરનાળાનું કામ માત્ર 7 થી 8 મહિનામા જ ગરનાળુ તૂટી પડ્યું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે હવે જોવાનું એ રહ્યું કે તાલુકામાં આવેલ તટસ્થવાન અધિકારી જવાદાર તંત્ર સામે કાર્યવાહી કરશે કે નહિ એ પણ એક સવાલ છે






