વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફ્લુ ને NQAS સર્ટીફીકેટ એનાયત કરાયું

વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફ્લુ ને NQAS સર્ટીફીકેટ એનાયત કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ફલુ મુકામે દિલ્હી ખાતે ની એન એચ આર સી ટીમ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ડો હસરત જાસ્મીન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ભરતભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧/૨/૨૫ અને ૨૨/૨/૨૫ ના રોજ NQAS એસેસમેન્ટ કરાયું હતું.જેમાં આરોગ્ય સંસ્થા દ્રારા જન સમુદાય માં ગૂણવતાસભર આરોગ્ય સેવાઓ અને લોકો ની સુખાકારી માં વધારો થાય તે હેતુસર કરવા મા આવેલ આરોગ્ય સેવાઓ નું એસસમેન્ટ ના પરિણામ સ્વરૂપે ૯૩.૧૮ ટકા નો સ્કોર મેળવતા નેશનલ લેવલ નું સર્ટીફીકેટ આયુષ્યમાન આરોગ્ય મંદિર ફલૂ અને પ્રાથમિક આરોગ્ય મંદિર ને જીલ્લા વિકાસ અધિકારી ડો હસરત જાસ્મીન દ્વારા સર્ટીફીકેટ એનાયત કરાયું હતુ.આરોગ્ય મંદિર દ્વારા આપવા મા આવતી વિવિધ સેવાઓ જેવીકે સગર્ભા માતા ની સેવાઓ પ્રસૂતિ ની સેવાઓ.પ્રસૂતિ બાદ ની સેવાઓ.નવજાત શિશુ ની સેવાઓ રસીકરણ સેવાઓ, કિશોર અને કિશોરીઓની સેવાઓ, કુટુંબ કલ્યાણ ની સેવાઓ,સામાન્ય રોગચાળા ની સેવાઓ.નેશનલ પ્રોગ્રામ . ટી બી.વાહકજન્ય રોગચાળા ની સેવાઓ.પાણીજન્ય રોગચળા ની સેવાઓ તેમજ ઓ પી ડી અને ઇન્ડોર સેવાઓ..યોજનાકીય સેવાઓ , રાષ્ટ્રીય પ્રોગ્રામ નું સંચાલન .એસ બી સી સી કામગીરી.બિન ચેપી રોગી.ડાયાબિટીસ.કેન્સર .હાયપર ટેન્શન ની સેવાઓ.માનસિક આરોગ્ય ની સેવાઓ તેમજ ઇમરજન્સી પ્રાથમિક સારવાર ની સેવાઓ ની વિગત વાર માહિતી દિલ્હી થી આવેલ એન એચ આર આ સી ટીમે મેળવી હતી.તબક્કે ડૉ દિવ્યેશ પટેલ આર સી એચ ઓ સર, ક્વોલિટી મેડિકલ ઓફિસર ડો કૌશિક ગજ્જર અને તાલુકા હેલ્થ ઓફિસર ડો ચેતન પ્રજાપતિ તેમજ મેડિકલ ઓફિસર ડો મોનિકા પટેલ તેમજ સી.એચ.ઓ સુમિત પટેલ, સુપર વાઈઝર મુકેશ ભાઈ ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ મેડીકલ ઓફિસર ફલુ ડો નરેશ ચૌહાણ.આયુષ ડો દક્ષા પ્રજાપતિ .ફાર્મા હાર્દિક પટેલ લેબ ટેક જાગૃતિ પટેલ તેમજ સુપરવાઈઝર ભૂપેન્દ્ર મકવાણા તેમજ ફીમેલ હેલ્થ વર્કર ફલુ અને જેપુર હેલ્થ વર્કર આર કે પ્રજાપતિ , ગૌરાંગ પટેલ , પ્રણવ તેમજ ખુશીબેન ,સ્ટાફ નર્સ નિશા બેન , સી એચ ઓ હીરપૂરા, જેપુર, આગલોડ નો આરોગ્ય સ્ટાફ હાજર રહ્યો હતો.



