
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
યાત્રાધામ શામળાજી માં ભગવાન શામળિયા નો જન્મોત્સવ ભારે ધામધૂમ થી ઉજવાયો, મંદિર પરિસરમાં ભક્તો વરસાદમાં ગરબે ગુમ્યા
તમામ કૃષ્ણ મંદિરો માં આજે વ્હાલા ના વધામણાં ને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે સમગ્ર ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં પણ ભારે હર્ષ અને ઉલ્લાસ પૂર્વક ભગવાન નો જન્મોત્સવ ઉજવાયો એક તરફ વરસાદી માહોલ છતાં ભક્તો પણ વ્હાલા ના વધામણાં કરવા માટે ભારે થનગની રહ્યા હતા ,દિવસ દરમિયાન ભગવાન ની ભવ્ય શોભાયાત્રા યોજાઈ જેમાં 109 કરતા વધુ માટકીઓ શામળાજી યુવા મંડળ દ્વારા ફોડવા માં આવી અને ભારે નાચગાન સાથે શોભાયાત્રા સંપન્ન થઈ મંદિર પરિસર માં પણ વરસતા વરસાદ માં ભકકતો એ લાલા ના રાસ ગરબા કર્યા હતા બરાબર બાર ના ટકોરે ભગવાન ના દ્વાર ખુલ્યા અને ભગવાન ના જન્મોત્સવ નો મનોરથ ઉજવાયો ,સમગ્ર ગુજરાત નાકૃષ્ણ મંદિરો માં ફક્ત શામળાજી માં ભગવાન ના જ્યોત્સવ માં શાલિંગરમ નું સોળઉપચાર વચ્ચે વૈદિક પુજા થાય છે ત્યારબાદ ભગવાન ની આરતી કરી ને પંજરી નો પ્રસાદ લઈ ભક્તો ભાવ પૂર્વક વ્હાલા ના દર્શન કરી ધન્ય બન્યા




