ARAVALLIMODASA

મોડાસા પાલિકાના પ્રમુખ તરીકે જયશ્રી પટેલ, ઉપપ્રમુખ ગફુર રબારી તથા કારોબારી ચેરમેન અનિલ પટેલ ચૂંટાયા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા પાલિકાના પ્રમુખ તરીકે જયશ્રી પટેલ, ઉપપ્રમુખ ગફુર રબારી તથા કારોબારી ચેરમેન અનિલ પટેલ ચૂંટાયા

મોડાસા નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી માટે આજે તારીખ ૧૯/૦૫/૨૦૨૬ ને મંગળવારના રોજ ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર દ્વારા આપવામાં આવેલ સત્તાવાર મેન્ડેટ લઈને જિલ્લા મહામંત્રી કેતનભાઇ બ્રહ્મભટ્ટ અને પૂર્વ મહામંત્રી રમેશભાઈ પી. પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી અધિકારી તરીકે બાયડના પ્રાંત અધિકારી હાર્દિકભાઈ બેલડીયાની ઉપસ્થિતિમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના પદો માટેની ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

આ ચૂંટણીમાં મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે જયશ્રીબેન અજીતકુમાર પટેલ અને ઉપપ્રમુખ તરીકે ગફુલભાઈ કરસનભાઇ રબારી સર્વાનુમતે ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત પાલિકાની સૌથી મહત્વની ગણાતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે અનિલભાઈ રેવાભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. જ્યારે પક્ષના નેતા તરીકે યાજ્ઞિકકુમાર દેવશંકર ભટ્ટ અને દંડક તરીકે વિશાલભાઈ જશવંતભાઈ ભાવસારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોર, જિલ્લા પ્રભારી ડો.સંજયભાઈ દેસાઈ, મહામંત્રી દીપકભાઈ પટેલ સહિત સૌ પદાધિકારીઓએ ખાસ ઉપસ્થિત રહીને નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ આપી મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. નવી વરાયેલી પાંખની જાહેરાત થતાં જ પાલિકા પરિસરમાં કાર્યકરોએ વિજેતા ઉમેદવારોને ફૂલહાર કરી ફટાકડા ફોડી વધાવી લીધા હતા અને આગામી સમયમાં મોડાસા શહેરના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!