ARAVALLIMODASA

અરવલ્લી –  શામળાજી મંદિર ખાતે ઉનાળાની ઋતુના પવિત્ર પ્રસંગે કેરી મનોરથ ભક્તિભાવપૂર્વક ઉજવાયો.

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી –  શામળાજી મંદિર ખાતે ઉનાળાની ઋતુના પવિત્ર પ્રસંગે કેરી મનોરથ ભક્તિભાવપૂર્વક ઉજવાયો.

અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર ખાતે ઉનાળાની ઋતુ દરમિયાન વિશેષ ધાર્મિક મહત્વ ધરાવતા કેરી મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં ભગવાન શામળિયાને વિવિધ જાતની કેરીઓ અર્પણ કરી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો, જેને જોવા માટે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી

ઉનાળાની સીઝનમાં કેરીને આમફળ તરીકે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ કારણે દર વર્ષે ભક્તો ભગવાનને કેરીનો મનોરથ ધરાવી ભક્તિ વ્યક્ત કરતા હોય છે. આ વખતે ભગવાનને કેસર, લંગડો, હાફુસ સહિત વિવિધ પ્રજાતીની કેરીઓથી વિશેષ મનોરથ અર્પણ કરવામાં આવ્યો હતો. કેરીઓથી કરવામાં આવેલા આકર્ષક શણગારથી મંદિરનું વાતાવરણ વધુ ભક્તિમય બની ગયું હતું.રજાનો દિવસ હોવાથી રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો શામળાજી પહોંચ્યા હતા. પરિવાર સાથે આવેલા ભક્તોએ ભગવાનના દર્શન કરી મનોરથ નિહાળ્યો અને ધન્યતા અનુભવી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેથી ભક્તોને સરળતાથી દર્શનનો લાભ મળી રહે.આ પ્રસંગે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાનના ચરણે કેરી અર્પણ કરી સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. ઉનાળાની ઋતુમાં યોજાતા આ કેરી મનોરથને લઈ શામળાજી ધામમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો.

Back to top button
error: Content is protected !!