
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી રણછોડરાય મંદિર ખાતે વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા સેમીનાર યોજાયો
અરવલ્લી જિલ્લાના શામળાજી રણછોડરાય મંદિર ખાતે વિલ્સ ગ્લોબલ ફાઉન્ડેશન યુ.એસ.એ આઈ.આઈ.ટી એલ્યુમિનય દ્વારા સેમીનાર યોજવામાં આવ્યો હતો.જેમાં અરવલ્લીના શામળાજી વિસ્તારના ટ્રાઇબલ તેમજ જીલ્લાના પછાતવર્ગો માટે ફાઉન્ડેશન દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનાર દ્વારા આજુબાજુના ગામડાઓના લોકોને માહિતગાર કરવા જેમ કે ટેલિપેથી મેડિસન, કોમ્પ્યુટર લેબ, ડિજિટલ ક્રિયોસ્ક, સજીવન બાયોચાર્ટ ના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ગેબરું(લેન્ટાના) થી બાયોચાર્ટ બનાવવામાં આવશે જે ખેતરમાં ખાતર સ્વરૂપે ઉપયોગ લેવામાં આવશે. આ પ્રસંગે અમેરિકાથી વિલ્સ ગ્રુપના આયોજકો રાજદૂત પ્રદીપ કપૂર, ડૉ. કવિતા કપૂર, અતુલજી, ડૉ. બિન્દુકુમાર કનસુપાડા, ડૉ. સંજી શર્મા તેમજ સ્થાનિક પ્રોજેક્ટ મેનેજર પ્રદીપ દૈયા, ફિલ્ટ કોડીનેટર રાહુલ ગામેતી, છાંયડો ટ્રસ્ટમાંથી નરેશભાઈ કટારા ,જય શામળિયા ફેડેરેશનમાંથી ડાહીબેન કટારા તેમજ પાલનપુર કોલેજના વિધાર્થીઓ, વડીલો તથા ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ કટારાએ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.




