
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે રેલ્લાવાડા પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો, અફવાઓ થી દૂર રહેવા સંચાલકો ની અપીલ
મોડાસા: અરવલ્લી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે જિલ્લામાં વિવિધ પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે ભીડ જોવા મળી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો અચાનક પેટ્રોલ ભરાવવા ઉમટી પડતા પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી ગઈ હતી.
મેઘરજ તાલુકાના રેલ્લાવાડા ખાતે આવેલ જલારામ પેટ્રોલ પંપ પર છેલ્લા બે કલાકથી ટ્રેક્ટર, કાર અને બાઈક સહિતના વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. અફવાઓના કારણે લોકોમાં ચિંતા ફેલાતા ઘણા લોકોએ ટેન્ક ફૂલ કરાવવાનું પસંદ કર્યું હતું.પેટ્રોલ પંપ માલિકોના જણાવ્યા મુજબ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને અછત જેવી કોઈ સ્થિતિ નથી. માત્ર અફવાઓના કારણે લોકો એકસાથે આવી જતા લાઇનો લાગી હોવાનું તેમણે જણાવ્યું હતું.રાજ્યના ગૃહમંત્રી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આવી અફવાઓ પર વિશ્વાસ ન રાખવો અને ગભરાટમાં આવી બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર ભીડ ન કરવી.જિલ્લા તંત્ર દ્વારા પણ નાગરિકોને શાંતિ જાળવવા અને જરૂરી હોય ત્યારે જ ઇંધણ ભરાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. બીજી તરફ અન્ન પુરવઠા વિભાગ ધ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે હાલ પ્રેટોલ ડીઝલ ની અછત નથી પરંતુ જે પ્રકારે પ્રેટોલ પંપ પર લાઈનો લાગતાં એકાએક કુતૂહલ સર્જાયું હતું





