ARAVALLIMEGHRAJ

મેઘરજ : કંટાળુ, ઇસરી,રેલ્લાવાડા,પંચાલ, મેઘરજ ખાતે ભગવાન બિરસા મુંડાની જનજાતીય ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું – મંત્રી એ આદિવાસી શૈલીમાં વગાડ્યો ઢોલ 

અરવલ્લી

અહેવાલ: હિતેન્દ્ર પટેલ

મેઘરજ : કંટાળુ, ઇસરી,રેલ્લાવાડા,પંચાલ, મેઘરજ ખાતે ભગવાન બિરસા મુંડાની જનજાતીય ગૌરવ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું – મંત્રી એ આદિવાસી શૈલીમાં વગાડ્યો ઢોલ

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ યાત્રાનો અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકામાં કંટાળુ ઇસરી,રેલ્લાવાડા, પંચાલ, મેઘરજ ખાતે ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ હેઠળની ‘જનજાતીય ગૌરવ રથયાત્રા’નો અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભવ્ય અને ઉત્સાહપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું .રાજ્યના ૧૪ આદિવાસી જિલ્લાઓમાંથી ૮૮ ગામોમાં ભ્રમણ કરશે, આદિવાસી સમાજના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન અને વિકાસની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ ઉદ્દેશ ધરાવે છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રથનું બીજા દિવસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં માનનીય રાજ્ય મંત્રી પી.સી. બરંડા સહિત સંગઠન ના કાર્યકરો, સાંસદ ,પ્રમુખ, વહીવટી તંત્ર સાથે બીજા દિવસે મેઘરજ તાલુકામાં યાત્રાનો પ્રવેશ કરાવ્યો હતો જેમાં ઇસરી, રેલ્લાવાડા, પંચાલ થી યાત્રા મેઘરજ ખાતે પોહચી હતી પંચાલ ગામ ખાતે મંત્રી પી સી બરંડા એ આદિવાસી શૈલીમાં ઢોલ વગાડ્યો હતો જ્યાં આદિવાસી બાંધવો, સ્થાનિક આગેવાનો અને ભાવિ પેઢીના યુવાનોની ઉપસ્થિતિમાં તેનું મેઘરજમાં ભવ્ય આવકારણ કરવામાં આવ્યું હતું

મેઘરજમાં જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વાગત સહિત વિવિધ કાર્યક્રમો રોડ કામનું લોકાર્પણ  ઉપરાંત, આદિવાસી ગીતો, લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સાથે વનવિભાગ, આંગણવાડી વિભાગ, તાલુકો પંચાયત હેઠળ સેવાસેતુ  કાર્યક્રમના વિવિધ સ્ટોલ ઉભા કરી લાભાર્થીઓ સહિત યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ જનજાતીય ગૌરવ યાત્રા નું માલપુર તરફ પ્રયાણ કરવામાં આવ્યું હતું

 

 

Back to top button
error: Content is protected !!