અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
માલપુરના ભાજપના કાર્યકર પર જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના ભાઈ અને અન્ય 2 વ્યક્તિઓ હુમલો કર્યા હોવાના આક્ષેપો, યુવક સારવાર હેઠળ
અરવલ્લી જિલ્લામાં માલપુરના ભાજપના કાર્યકર પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભાજપના કાર્યકર બિપીન ચૌધરી પર ભાજપના જ એક નેતાના ભાઈ અને અન્ય બે વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાના આક્ષેપો ઊઠ્યા છે.
હુમલાખોરોએ રસ્તામાં રોકી બિપીન ચૌધરીને ઢોર માર મારી મોબાઈલ છીનવી લીધો હતો. આ હુમલામાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે તથા હાલ તેઓ માલપુર સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બિપીન ચૌધરીએ નિર્ભયસિંહ રાઠોડના ભ્રષ્ટાચારની કલેક્ટર તથા ડીડીઓ સુધી ફરિયાદ કરી હોવાની અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે સાથે – “તું ભ્રષ્ટાચારની ફરિયાદો કેમ કરે છે..? સરપંચમાં કેમ ઊભો રહ્યો હતો..?” તેમ કહીં હુમલો કર્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે બીજી તરફ બિપીન ચૌધરી પર અગાઉ પણ બે વાર હુમલો થઈ ચૂક્યો છે. તાજેતરના હુમલામાં હુમલાખોરોએ તેમને ઢોર માર મારીને હાથ-પગ તોડી નાખી ગંભીર ઈજાઓ પહોંચાડેલી છે.સમગ્ર ઘટના ને લઇ હાલ ચર્ચાનો વિષય બન્યો છે આ બાબતે યોગ્ય તપાસ કરી કડક પગલાં લેવામાં આવેં તેવી માંગ સેવાઈ રહી છે