
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : અજુના(બાંઠીવાડ)દુધઉત્પાદક મંડળી છેલ્લા એક મહિનાથી બંધ હાલતમા, ગ્રાહકો પરેશાન : ડેરીના ચેરમેન તાળા માર્યા ના આક્ષેપો
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અજુના(બાંઠીવાડ)દુધઉત્પાદક મંડળી, ગામ અજુહિરોલા, પો-બાંઠીવાડા,તા-મેઘરજ, જી-અરવલ્લી.કોર્ડ નં-૮૮૬/૯ જે છેલ્લા એક મહિનાથી બંધ હાલતમા છે જે અન્વયે સાબરડેરીના મેનેજર ને હિંમતનગર ખાતે સભાસદો એ લેખિત જાણ કરી હતી જેમાં અજુના(બાંઠીવાડા દુધ મંડળી ચાલુ કરી આપવા બાબતે રજુઆત કરવામા આવી હતી
અજુના (બાંઠીવાડ) દુધ ઉત્પાદક મંડળી જેનો કોડ નં-૮૮૬/૯ છે જેમાં દુધ ભરાવતા તમામ સભાસદો તથા સભ્યો તેમજ સભાસદો મંડળીમા દુધ ભરાવતા હતા પણ થોડા દિવસ અગાઉ તા-૨૩/૦૯/૨૦૨૪ ના રોજ ચેરમેન અને ઓપરેટર મંડળીમાં આવી કોમ્પુટ, વજનકાંટો, મિલ્કો ટેસ્ટ અને બિજા દસ્તાવેજ આ બધુ આ ચેરમેન અને ઓપરેટર ઉપાડી ગયેલ હોવાના આક્ષેપો સાથે મંડળીને તાળુ મારી દિધેલ છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે વધુમાં મંડળી નો ચેરમેન અને ઓપરેટર કહે છે મંડળી બંધ થઇ ગયેલ છે આથી તમામ સભાસદો મંડળી બહાર દુધ હાલ ભરાવે છે બન્ને ચેરમેન અને ઓપરેટર હાલ તેમનુ દુધ બીજી મંડળીમા મોકલી આપે છે.તમામ સભસદોને મંડળીમા દુધ ભરવાનુ હોઇ જેથી મંડળી સભાસદો તથા સભ્યો,વા.ચેરમેન,સેક્રેટરી, આતરીક ઓડીટર મંડળી ચાલુ કરી આપવા રજુઆત કરવામાં આવી હતી મંડળીના ચેરમેન અને ઓપરેટર મંડળીમા આવી કોમ્પુટ, વજનકાંટો, મિલ્કો ટેસ્ટ અને બિજા દસ્તાવેજ આ બધુ લઇ ગયેલ હોવાના પણ આક્ષેપો છે જે પરત મંગાવી તાત્કાલીક મંડળી ચાલુ કરી આપવા સભાસદો તથા સભ્યો,વા. ચેરમેન, સેક્રેટરી,આતરીક ઓડીટર વિગેરે ચલાવવા માંગે છે પરંતુ હાલ મંડળી બહાર દુધ ભરાવે છે જેથી મંડળી ખોલી દુધ ચાલુ કરી આપવા અંગે સાબરડેરી અને સબરજીસ્ટરને રજુઆત કરાઇ હતી




