
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મેઘરજ : રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાના સ્નેહ મિલન કાર્યક્રમનું પોતાના વતન ખાતે ભવ્ય આયોજન મેઘરજ, ભિલોડા ,શામળાજી સહિત વિસ્તારના અનેક લોકો ઉપસ્થિત રહ્યા
અરવલ્લી જિલ્લામાં ભિલોડા તાલુકાના વાંકાટીંબા ગામે રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાના નિવાસસ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ભિલોડા અને મેઘરજ તાલુકાના તેમજ ભિલોડા તાલુકાના સહિત શામળાજી વિસ્તારના ભાજપ સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરો અને આગેવાનો દ્વારા મંત્રી પી.સી. બરંડાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવાઈ હતી. સાલ ઓઢાડી તેમજ ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી
કાર્યક્રમ દરમિયાન સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં કાર્યકરો સાથે સંવાદ કરતાં મંત્રી પી.સી. બરંડાએ જણાવ્યું કે, “આવનારા સમયમાં જનતા ના સર્વાંગી વિકાસ માટે તત્પર રહીશ. ભારત આત્મનિર્ભર બને અને વર્ષ 2047 સુધીમાં દેશ વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચે એ દિશામાં પ્રયત્નશીલ રહીશું.”આ પ્રસંગે ભાજપના સ્થાનિક આગેવાનો, કાર્યકરો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્નેહ, ઉત્સાહ અને નવી ઉર્જાનો માહોલ છવાઈ ગયો હતો અંતે ભોજન સાથે નવા વર્ષની શુભકામનાઓ પાઠવી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો







