
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જીલ્લામાં લઘુતમ તાપમાનનો પારો 10 થી 15 નોંધાયો, ઠંડીના ચમકારાથી જનજીવન પ્રભાવિત
ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ટાઢોડું છવાઈ જવાના પગલે ધીમે ધીમે ઉત્તર ગુજરાત સહિત અરવલ્લી જીલ્લામાં પણ ઠંડીની લહેર પ્રસરી ચૂકી છે. વહેલી સવારે અને સાંજ પડતાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જીલ્લામાં વહેલી સવારે લઘુત્તમ તાપમાનનો પારો ગગડીને 10 થી 15ની આસપાસ રહેતા ફૂલ ગુલાબી ઠંડી નો અહેસાસ લોકો અનુભવી રહ્યા છે હજુ પણ બપોરના સુમારે સૂર્યનારાયણની ગરમી યથાવત રહેતા બેવડી ઋતુ જોવા મળી રહી છે વહેલી સવારે તાપમાનનો પારો ગગડતો હોવાથી લોકો વહેલી સવારે ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળે છે.
અરવલ્લી જીલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ધીમા પવન સાથે ઠંડીનું પ્રમાણ વધતાં જનજીવનને વ્યાપક અસર જોવા મળી છે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે ઠંડીનું પ્રમાણ વધતાં ઘઉં,બટાકા,વરિયાળી સહિત રવી પાકોને ફાયદો થવાની સાથે ઉત્પાદન વધવાની ગણતરીના પગલે ખેડૂતોમાં આનંદ છવાયો છે લોકો તાપણા કરી ઠંડીથી રાહત મેળવી રહ્યા છે પાછોતરા કમોસમી વરસાદથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયું હતું ત્યારે ખેડૂતો કડકડતી ઠંડીમાં ખેતીની માવજત કરી રહ્યા છે અને ખરીફ સીઝનની ખોટ રવી સિઝનમાં સરભર થઈ જશેની આશા સેવી રહ્યા છે




