અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા : આખરે ઊંઘમાંથી જાગ્યુ ફ્રુડ એન્ડ દ્રગ્સ વિભાગ મોડાસા મધુરમમાં દરોડા પાડી ખાદ્ય ચીજ વસ્તુ ના સેમ્પલ લેવાયા,
હજુ પણ મોડાસા ની અંદર ચાલતી સ્વીટ અને ફરસાણ ની દુકાનના સેમ્પલ લેવા જરૂરી
મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલ મધુરમ સ્વીટ્સ માંથી એક ગ્રાહકે સક્કરપાર ખરીદ્યા હતા આ સક્કરપારા વાસી અને અંત્યન્ત દુર્ગંધ મારતા હોવાની ફરિયાદ ઉઠી હતી મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ બાદ,ફ્રુડ એન્ડ દ્રગ્સ અને મોડાસા નગર પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે મધુરમ સ્વીટ્સ માંથી સંયુક્ત દરોડા પાડી ચેકીંગ હાથ ધર્યું હતું,ફ્રુડ એન્ડ દ્રગ્સ વિભાગની ટીમે ખાદ્ય ચીજ વસ્તુ ના સેમ્પલ લઈ પરીક્ષણ માં મોકલવાની તજવીજ હાથ ધરી હતી,ગ્રાહકોને પધરાવવા માં આવતી ભેળસેળ યુક્ત વાનગી ઓના કારણે,લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે,ત્યારે લોકો એ પણ જાગૃત થવાની જરૂર છે,આવી વાનગી ઓ જ્યારે કોઈ દુકાનદાર પધરાવે તો તુરંત સંબધિત વિભાગ ને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી હતી.