
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી :દલિત અને આદિવાસી સમુદાયની અનામતના સંદર્ભ વિવાદિત ચુકાદાના પગલે મોડાસા,ભિલોડા, મેઘરજ, બાયડ સજ્જડ બંધ
સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા દલિત અને આદિવાસી સમુદાય ની અનામત ના સંદર્ભ માં આપવામાં આવેલ વિવાદીત ચુકાદા ના વિરોધ માં 21 ઓગસ્ટ ના રોજ સમગ્ર ભારત બંધ એલાન આપવા આવ્યું હતું તેના સદર્ભમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા,ભિલોડા, બાયડ,મેઘરજ માં સૂત્રો ઉચ્ચાર સાથે અનુસૂચિત જાતિ અને જનજાતિના આગેવાનો આ બંધ આંદોલમાં જોડાયા હતા અને શહેરી ઉપરાંત વિવિધ આગેવાનો સાથે મળી વિવિધ તાલુકામાં સજ્જડ બંધ કરવાની અપીલ કરતા વેપારી વર્ગ તેમજ જાહેર જનતા સાથ સહકાર મળ્યો હતો અને બજારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા વધુમાં શામળાજી ખાતે પણ બજાર બંધ રાખવામાં આવ્યું હતું તેમજ રાજેસ્થાન તરફ જતી 25 જેટલી બસો પણ થંભી ગઈ હતી





