
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી – કેમ્પા યોજના હેઠળ 2 વર્ષમાં 467.18 હેક્ટરમાં વનીકરણ સામે 15 કરોડ થી વધુનો ખર્ચ કરાયો, ખાડોઓ અને વનીકરણની માયાજાળ..!!!
અરવલ્લી જિલ્લામાં વન વિભાગ ધ્વારા જે વનીકરણ કરવામાં આવ્યો છે તે બાબતે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ વિધાનસભા માં પૂછેલા વનીકરણ અંગેના પ્રશ્નનો જે પ્રકારે જવાબ મળ્યો છે તેને લઈ ખરેખર વાસ્તવિકતા કંઈક અલગ હોય તેવું લાગી રહ્યું છે અરવલ્લી જિલ્લામાં મેઘરજ, મોડાસા, ભિલોડા,માલપુર, બાયડ, શામળાજી તાલુકામાં જે પ્રકારે વનીકરણ ના 2 વર્ષના જે ઓકડાઓ સામે આવ્યા છે જેમા સૌથી વધુ ભિલોડા તાલુકામાં 211 હેક્ટરમાં 4 કરોડ થી વધુનો ખર્ચ વનીકરણ માટે કરાયો છે સૌથી ઓછું મોડાસા તાલુકામાં 60 હેક્ટરમાં 1.40 કરોડનો ખર્ચ કરાયો હોવાનું ઓકાડાઓમાં જાણવા મળ્યું છે પરંતુ જ્યારે ધારાસભ્ય એ પૂછેલા ઓક્ડાઓને લઈ હાલ વનવિભાગ સામે અનેક સવાલો પેદા થયા છે કે ખરેખર શું કેમ્પા યોજના હેઠળ વનીકરણ વાસ્તવમાં થયું છે ખરુ…? જો સરકાર યોજના પાછળ લાખો થી લઈ કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય તો કેમ જિલ્લામાં હરિયાળી જોવા મળતી નથી…? અધિકારીઓ અને કર્મચારીઓ નો વિકાસ તો નથી થયો ને…? તાલુકામાં વૃક્ષો ઉગાડવામાં આવે છે પરંતુ માત્ર ખાડાઓ અને વૃક્ષો ઉગાડી ઓકડાઓ તૈયારી કરી દેવામાં આવે છે પરંતુ માવજત કે જાળવણી કરવાનું કામ કોણ કરશે..? એક વૃક્ષની માવજત પાછળ સરકાર ઉછેર થી લઈ ને ખેડકામ, પાણી સહિતના ખર્ચ માટે રૂપિયા મળતા હોય છે પરંતુ જિલ્લામાં ખરેખર એ રૂપિયા વૃક્ષ પાછળ ખર્ચાય છે ખરા…? જેવા અનેક સવાલો ઊભા થયા છે
બીજી તરફ મેઘરજ, માલપુર, મોડાસા, બાયડ, ભિલોડા , શામળાજી સહિત વિસ્તારમાં ખાસ કરીને ટ્રાઈબલ વિસ્તારમાં ખાડા રાજ સાથે વૃક્ષોનું વનીકરણ ની માયાજાળ જોવા મળતી હોય છે જ્યાં વાસ્તવિકતા કંઈક અલગ હોય શકે છે જોકે જો તપાસ કરવામાં આવે તો જ ખ્યાલ આવે કે ખરેખર સાચું શું છે પરંતુ જિલ્લામાં તટસ્થ અધિકારી ની ભૂમિકા જોવા મળતી નથી જેને લઇ ભ્રષ્ટ બાબુઓ બચી જતા હોય છે વારંવાર વનવિભાગ સામે પ્રશ્નો ઉભા થાય છે છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને લઇ જાગૃત નાગરિકો એ પણ સવાલો ઉઠાવ્યા છે અને આગામી સમયમાં વૃક્ષોના વિનિકરણ થી લઈ વિવિધ યોજના કામો સાથે થયેલ ખર્ચ ને લઈ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી વિઝિલન્સ સાથે તપાસ કરવા માટેની તૈયારી દર્શાવી છે જો તપાસ થાય તો ખરેખર વાસ્તવિકતા શું છે તેનો ખ્યાલ આવી શકે તેમ છે
કેમ્પા યોજના (CAMPA Scheme) નો સંપૂર્ણ નામ છે
Compensatory Afforestation Fund Management and Planning Authority (CAMPA). આ યોજના ભારત સરકાર દ્વારા વનવિસ્તાર વધારવા અને વનનાશની ભરપાઈ કરવા માટે શરૂ કરવામાં આવી છે. 🌳🌱
કેમ્પા યોજના હેઠળ કરવામાં આવતી કામગીરી
નવા વૃક્ષોનું વાવેતર (Afforestation) 🌱
જૂના જંગલોનું સંવર્ધન
જંગલમાં પાણીના તળાવો બનાવવું
ફાયર લાઇન બનાવવી (આગથી બચાવ)
જંગલી પ્રાણીઓ માટે સુવિધા
ગ્રામ્ય વિસ્તારમાં સામાજિક વનીકરણ






