
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજના મોટીપંડુલી ગામે બાઇક અને રીક્ષાનો અકસ્માતે મોતનો મામલો, પોલીસ કર્મીઓની બદલીની માંગ સાથે લાશ સ્વીકારાઇ
મોટી પંડુલી ગામે પોલીસ ફરીયાદ પહેલાં વાહનો હટાવી લેતાં મ્રુતકના પરીવાર જનો પોલીસ કર્મીઓ સામે રોષે ભરાયા હતા અને રસ્તા પર ચક્કાજામ કરી પોલીસ કર્મીઓની બદલીની માંગ સાથે મ્રુતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો
ઘટનાના ત્રીજા દિવસે ઇસરી પોલીસે બંન્ને પોલીસ કર્મીઓની બદલી કરવાની માંગ અંતર્ગત પરિવાર જનોને આશ્વાસન આપતાં મ્રુતકના પરીવાર જનોએ ત્રીજા દિવસે મ્રુતદેહનુ પીએમ કરાવી લાશ સ્વિકારી હતી





