
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શણગાલ ગામની સીમમાં વૃદ્ધ મહિલાનું રહસ્યમય મોત, ટીંટોઇ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

મેઘરજ તાલુકાના શાંતીપુરા ગામના રહેવાસી 70 વર્ષીય રાજુબેન સોમાભાઈ જીવાભાઈ ખરાડીનું શણગાલ ગામની સીમમાં ગૌચરની જમીનમાં રહસ્યમય સંજોગોમાં મોત થયાની ઘટના સામે આવી છે. ઘટના ની જાણ થતા લોકોના ઘટના સ્થળે ટોળાં ઉમટ્યા હતા સાથે ઘટનાની જાણ ટીંટોઈ પોલીસ ને કરવામાં આવી હતી પોલીસ તપાસમાં વૃદ્ધ મહિલા રાજુબેન ખરાડી તા. 10 જૂન 2026ના રોજથી તા. 13 જૂન 2026ના બપોરે 11:30 વાગ્યા સુધીના કોઈપણ સમયગાળા દરમિયાન શણગાલ ગામની સીમમાં આવેલ ગૌચરની જમીન વિસ્તારમાં કોઈપણ અગમ્ય કારણોસર મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે. ફતેલાલ મંગળાભાઈ ભગોરા (રહે. ઝાલણ, તા. બિછીવાડા, જિલ્લો ડુંગરપુર, રાજસ્થાન) દ્વારા ટીંટોઇ પોલીસે સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવી છે. લાશ ને પી એમ અર્થ એ ઇસરી આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવી છે હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.




