
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકામાં નારણપુર – મેઘરજ એસટી બસના ડ્રાઇવર કંડકટર પર હુમલો, 2 શક્સો સામે ઇસરી પોલીસ સ્ટેશન ખાતે નોધાઈ ફરિયાદ
મેઘરજ તાલુકામાં વર્ષો જૂની બસ સેવા કાર્યરત છે અને રાત્રી દરમિયાન દરરોજ રાત્રે નારણપુર ગામે રોકાણ કરે છે ત્યારે રાત્રીના સમયે રોકાણ થયેલ બસના એસટી બસના ડ્રાઇવર કંડકટર ઉપર બે શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં બસના ડ્રાઇવર કંડકટરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે સૌ પ્રથમ ઇસરી આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા ખસેડાયા હતા
મેઘરજ-નારણપુર એસટી બસ રાત્રીના સમયે નારણપુર ગામે નાઇટ કરી રાત્રી રોકાણ કરે છે ત્યારે ગત રાત્રીએ મેઘરજ થી એસટી બસ નારણપુર ગામે પહોચી હતી અને નારણપુર ગામે એસટી બસ રાત્રી રોકાણ કર્યુ હતુ બસના ડ્રાઇવર જયંતીભાઇ અસારી અને કંડકટર લક્ષ્મણભાઇ બસ પાસે ખાટલામાં સુઇ રહ્યા હતા તે દરમિયાન બસ ડ્રાઇવર જયંતીભાઇ પોતાની દિકરી સાથે ફોન પર વાત કરતા હતા તે વખતે બે શખ્સો જયંતીભાઇ પાસે આવી કહેવા લાગ્યા હતા કે તુ કેમ ગાળો બોલેછે જેથી જયંતીભાઇએ શખ્સોને કહ્યુ હતુ કે હુ મારી દિકરીને વાત કરૂછુ તમને બોલતો નથી તેમ કહેતા આ શખ્સો બોલા ચાલી કરી જતા રહ્યા હતા બંન્ને બસ પાસે ખાટલામાં સુઇ ગયા હતા તે અરસામાં મોડી રાત્રે આ બે શખ્સો આવી બંન્ને ડ્રાઇવર કંડકટરને લાકડી વડે માથા અને મોઢાના ભાગે ફટકા મારી જીવલેણ હુમલો કરાયો હતો બુમા બુમ થતાં બંન્ને શખ્સો ભાગી છુટ્યા હતા જે ઘટનામાં ડ્રાઇવરને માથાના ભાગે તેમજ કંડકટરને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ થતાં બંન્નેને ઇસરી તેમજ વધુ સારવાર અર્થે મોડાસા ખસેડાયા હતા હાલ બંન્ને ડ્રાઇવર કંડકટર મોડાસા ખાતે સારવાર હેઠળછે જે ઘટનામાં બસ ડ્રાઇવર જયંતીભાઇ હાજાભાઇ અસારી રહે.ધાંધીયા તા.મેઘરજએ ઇસરી પોલીસમાં હુમલાખોર.પવન નામનો શખ્સ રહે.નારણપુર તા.મેઘરજ બીજો શખ્સ પવનનો મિત્ર વિરૂધ્ધ ફરીયાદ નોધાવી હતી





