
કિરીટ પટેલ બાયડ
બાયડ તાલુકાના CMTC ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને આર.સી.એચ.ઓ.ના માર્ગદર્શન તેમજ ટીએચઓ-બાયડની રાહબળી હેઠળ તાલુકા બાયડના CMTC (બાળ સેવા કેન્દ્ર) ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી.
પોષણમાસ અંગે તબીબો દ્વારા જન-જાગૃતિ પ્રોગ્રામ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીને પોષણથી ભરપુર વાનગીઓનું નિદર્શન સાથે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં CMTCના ન્યુટ્રીશન આસીસ્ટંટ ,RBSK ટીમ,સામુહિક આરોગ્ય કેન્દ્ર બાયડનો સ્ટાફ તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો.



