BANASKANTHAGUJARAT

થરા ખાતે તખતપુરા વિસ્તારમાં શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે તખતપુરા વિસ્તારમાં રહેતા ચૌહાણ (ચીભડીયા) સમાજના અગ્રણી

થરા ખાતે તખતપુરા વિસ્તારમાં શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ એવમ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે તખતપુરા વિસ્તારમાં રહેતા ચૌહાણ (ચીભડીયા) સમાજના અગ્રણી પરોપકારી જીવન જીવતા ગરીબોના બેલી દિલેરીદાતા શિક્ષણ સેવામા તન-મન-ધનથી સેવા આપી નિવૃત થયેલ ચૌહાણ ધુડાજી નાગજીજીના ધર્મપત્ની મથુરાબેન (ટીપુમા)નું સંવત ૨૦૮૧ ના શ્રાવણવદ-૧૩ ને ગુરૂવાર તા.૨૧/૦૮/૨૦૨૫ ના રોજ લાંબુ આયુષ્યમાન ભોગવી આશરે ૮૫ વર્ષે અવસાન થતા ટીપુંના ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા પુત્ર પ્રતાપજી,દિલીપજી, દશરથજી (હોમ ગાર્ડઝ), માનસિંહજી (પ્રેસ રિપોર્ટર), અજીતજી ચૌહાણ સહીત પરિવાર દ્વારા મંગળવારના રોજ રાત્રે શ્રીજલારામ બાપાના ભજન સત્સંગ બાદ શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.હરિભાઈ સોની,યોગેશ ઠક્કર,અંજુબેન ઠક્કર,રમીલાબેન ઠક્કર વડા વાળાના મુખારવિંદે બેન્જો માસ્ટર હસમુખ પ્રજાપતિ તબલા વાદક પોપટજી ઠાકોરના તાલે શ્રી જલારામ બાપાના ભજન સત્સંગ બાદ શ્રીજલારામ મંડળ દ્વારા ધુડાજી ચૌહાણને શ્રી જલારામ બાપાની છબી આપી સન્માન કરી સ્વ.ટીપુંમાને શ્રધ્ધાંજલી અર્પણ કરી અગિયાર હજાર રૂપિયાનું મંડળને અનુદાન કરી પરિવાર દ્વારા આરતી ઉતારેલ ત્યારે રામ- લક્ષમણની જોડી સમાન નિરંજનભાઈ- હર્ષદભાઈ ઠક્કર,વિજયભાઈ ટેસ્ટી,થરા નગરપાલિકા કોર્પોરેટર ભુપતજી ગોહિલ,નિવૃત શિક્ષક અમરતભાઈ મોચી,કનુભાઈ પ્રજાપતિ,તાણાના પૂર્વ સરપંચ દશરથભાઈ ઠક્કર,બાબુભાઈ કંડક્ટર,સાગર ગોહિલ સહિત સગા સંબંધીઓ તાણાં-થરા નગરજનો પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦

Back to top button
error: Content is protected !!