
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : કરોડો રૂપિયાના રસ્તાઓના કામ પર પહેલા વરસાદે જ પોલ ખોલી ગેડ પાટિયા થી નવાગામ, ઇસરી સુધીના રસ્તાના પર એક નહિ બે ગરનાળા પર ગાબડા પડ્યા,ડામર કામના બીલો પાસ…?
અરવલ્લી જિલ્લામાં રોડ રસ્તા કામમાં મસ મોટો ભ્રષ્ટાચાર… પહેલા જ વરસાદે તંત્રની અને કોન્ટ્રાકટર ની પોલ બહાર આવી હજુ તો બે મહિના નથી થયાં ને કરોડો રૂપિયા ના રસ્તા પર બનાવેલ એક નહિ બે ગરનાળા પર ભૂવા પડ્યા છતાં ડામર કામના બીલો પાસ કરી દેતા નવાઈ ની વાત સામે આવી છે.
વાત છે મેઘરજ તાલુકાની અંદર થયેલ રોડ રસ્તાની કામની જેમાં માત્ર એક મહિના પહેલા જ બનાવેલ ગેડ પાટિયા થી નવાગામ, રખાપુર થઈને પટેલ છાપરા થી ઇસરી મહાકાળી મંદિર સુધીના એક કરોડ થી વધુ રકમ ના બજેટમાં થયેલ ડામર રોડની વાત જ્યાં એક નહિ બે ગરનાળા ના ઉપરનો ડામર અને સાઈડનો ભાગ બેસી ગયા છે અને ધોવાઈ ગયો છે હાલ જોતો જો હજુ વધુ વરસાદ આવે તો સંપૂર્ણ ગરનાળુ બેસી જવાની શક્યતા રહેલી છે.આ રસ્તો શરૂઆત થી જ ચર્ચામાં હતો અને આ બાબતે જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે આ રસ્તો શરૂઆતથી જ ગેરરીતી આચરેલી છે તેવા આક્ષેપો કર્યા હતા અને એનો જાગતો પુરાવો આ પ્રથમ વરસાદમાં બેસી ગયેલ ગરનાળુ છે તેમ જણાવ્યું હતું અને જો આ ગરનાળા માં કારજી ના રાખવામાં આવે તો મોટી જાન હાની થઇ શકે છે.બીજી તરફ એ પણ કહ્યું હતું કે અને શરૂઆત થી જ આ કામમાં ભ્રષ્ટાચાર થયેલો છે અને કોઈ ધ્યાન આપ્યું નથી અને આ બાબતે કેમ સરકાર જાગૃત થતી નથી કે ધ્યાન નથી આપતી જેના કારણે અમારે જાગૃત નાગરિકોઓ આ વાતો સરકાર ને જણાવી પડે છે આમ કામ ને લઇ વિવિધ આક્ષેપો દ્વારા ભ્રષ્ટાચાર રૂપી કામ સામે રોષ ઠાલવ્યો હતો અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવ્યુ હતું




