BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં વીજળીના ચમકારા સાથે વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી…


સમીર પટેલ, ભરૂચ

ભરૂચ સહિત પંથકમાં રવિવારે સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. ચાલુ વર્ષે ચોમાસુ હજુ વિદાય લેવાના મૂડમાં હોય એમ લાગતું નથી.ગતરોજ મોડી રાત્રે વીજળીના પ્રચંડ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. દિવસભરના ઉઘાડ બાદ સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પુનઃ આકાશમાં કાળા ડીબાંગ વાદળો ગોરંભાયા બાદ વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો.

ચોમાસુ જ્યારે હવે વિદાય લેવાની તૈયારીમાં છે. ત્યારે જતા જતા પોતાનો પરચો બતાવી રહ્યું છે. રવિવારે સાંજના સમયે વીજળીના ચમકારા સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે નગરના માર્ગો પરથી પાણી વહી નીકળ્યા હતા. દિવસભરના ભારે બફારા બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભરૂચ તેમજ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડ્યા છે.

Back to top button
error: Content is protected !!