
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચો તેમજ પોલીસ વચ્ચે પરીસંવાદ કાર્યક્રમનું આયોજન
જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન ખાતે સરપંચો તેમજ પોલીસ વચ્ચે પરીસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સરપંચોની વિવિધ રજૂઆતો સાંભરી તેના નિરાકરણ લાવવા પોલીસ પરિવાર ધ્વારા બાહેધારી આપવામાં આવી હતી તેમજ પોલીસે વિવિધ રજૂઆત કરી કરી તેમના સહકાર માટે જરૂરી સૂચનાઓ પણ કરવામાં આવ્યા હતા જેની અંદર અરવલ્લી જિલ્લામાં મોડાસા, ધનસુરા, બાયડ, મેઘરજ , માલપુર સહિત તાલુકાની અંદર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તમામ ગ્રામ પંચાયતના સરપંચો તેમજ પોલીસ પરિવાર સાથે જેતે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચો સાથે પરી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ગુજરાત રાજ્યના ખાસ ઝુંબેશ મુજબ દસમી તારીખના રોજ સરપંચો અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિ સંવાદ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર અરવલ્લી જિલ્લામાં પણ વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરપંચો અને પોલીસ વચ્ચેનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો





