GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર મામલતદાર કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ પાણી સિંચાઇ અને તળાવ વિકાસ રોડ રસ્તા વિકાસ ના કામો અંતર્ગત ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે બેઠક યોજી

વિજાપુર મામલતદાર કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ પાણી સિંચાઇ અને તળાવ વિકાસ રોડ રસ્તા વિકાસ ના કામો અંતર્ગત ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાથે બેઠક યોજી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદાર કચેરી ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા એ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારો ના પાણી સિંચાઇ અને તળાવો ના વિકાસ ગ્રામ્ય શહેરી રસ્તા ના વિકાસ ના પ્રશ્ને ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સભ્યો તેમજ ભાજપના કાર્યકરો સંકલન ના સભ્યો સાથે બેઠક યોજી હતી. જેમાં ગ્રામ્ય વિસ્તારો મા ખેતી માટે સિંચાઇ તેમજ પાણી વ્યવસ્થા અને તળાવો ના વિકાસ તેમજ રોડ રસ્તા ના સહિત રહી ગયેલા વિકાસ ના કામો અંતર્ગત માહિતી મેળવી હતી. જેમાં ધારાસભ્ય સી.જે ચાવડા એ ગ્રામ્ય વિસ્તારો મા ખેડૂતો ને ખેતી માટે સિંચાઇ માટે પાણી મળી રહે તે માટે ના તળાવ ભરવા અને નહેરો અંગે ની ચાલી રહેલી કામગીરી ની તેમજ રહી ગયેલ કામો ની રજૂઆત કરી હતી. તેમજ પિલવાઇ ગામના ગાયકવાડી સમયે બનેલ તળાવ નો વિકાસ માટે રજૂઆત કરવા મા આવી હતી પૂર્વ ધારાસભ્ય રમણ ભાઈ પટેલ અને પીઆઈ પટેલે પણ વિકાસ ના કામો ને લઈ મંત્રી સાથે ચર્ચા વિચારણા કરી હતી આ કાર્યક્રમ મા ભાજપના તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ, પૂર્વ જીલ્લા સદસ્ય કનકસિંહ વિહોલ, પૂર્વ કારોબારી ચેરમેન હિતેન્દ્રસિંહ પરમાર, વિજય ભાઈ પટેલ હર્ષદ ભાઈ પટેલ તેમજ જીલ્લા કારોબારી ચેરમેન ભરત ભાઇ પટેલ સહિત કર્મચારી ગણ પણ ઉપસ્થિત રહ્યો હતો.

Back to top button
error: Content is protected !!