
કિરીટ પટેલ બાયડ
બાયડ નગર તેમજ તાલુકાના આજુબાજુના ગામડાઓમાં દારૂની રેલમછેલ કોઈ નવાઈની વાત નથી પોલીસની રહેમ નજર હેઠળ બાયડ તેમજ આજુબાજુના ગામડાઓમાં દેશી દારૂ ના અડ્ડા ધમધમી રહ્યા છે યુવા ધન દારૂના રવાડે ચઢીને મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે દારૂબંધીની ગુલબાંગો પોકારતા ગુજરાતમાં છડે ચોક દારૂ વેચાઈ રહ્યો છે ગુજરાતમાં દારૂબંધીની વાતો એક મજાક પુરવાર થઈ રહી છે
જાણકાર સૂત્રોના પાસેથી મળતી માહિતી અનુસાર દારૂનો ધંધો કરતા બુટલેગરો પાસેથી પોલીસ હપ્તા વસુલી કરીને તેમને દારૂ વેચવાની ખુલ્લી છૂટ આપતી હોય છે ગામડાઓમાં પણ દેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો પાસેથી પોલીસ સમયાંતરે ગામડાઓની વિઝીટ કરીને હપ્તા વસુલી કરતા હોવાનું જાણવા મળ્યું છે
બાયડમાં પણ દારૂનો ખુલ્લેઆમ ધંધો કરતા બુટલેગરો ની જાણ પોલીસને અચાનક જ થઈ હોય તેમ ચોઈલા રોડ પર રેલવે ફાટક નજીક બુટલેગરના ઘર પર પોલીસે રેડ કરી હતી પ્રોબેશનર ડીવાયએસપી સીએમ પટેલ અને બાયડ પીએસઆઇ જે કે જેતા વતે પોલીસ જવાનોની ટીમ સાથે રીડ કરી હતી જેમાં મકાનના બીજા માળે આવેલા કબાટના ગુપ્ત ખાનામાંથી રૂપિયા 29,350 ની કિંમતનો 156 બોટલ અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો હતો
હંમેશા જેમ બનતું આવ્યું છે તેમ બુટલેગરો સ્થળ પર હાજર મળ્યા ન હતા
બાયડ પોલીસે તમામ ત્રણ બુટલેગરો નામે દિનેશભાઈ મોહનભાઈ રવિભાઈ મોહનભાઈ અને મોયાભાઈ સલાટ ને વોન્ટેડ જાહેર કરીને પ્રોહિબિશન એક મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી તેમજ તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા



