
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ગેરરીતિઓ ચાલતી હોવાના આક્ષેપો સાથે પોસ્ટ વાયરલ, કરાર આધારિત કર્મચારીએ તોડ કર્યા હોવાની પોસ્ટ પણ વાયરલ
અરવલ્લી જિલ્લામાં EC સર્ટિ વગરની કોરીઓ જિલ્લામાં ચાલી રહી હોવાના આક્ષેપો,કોરીઓ પાસે હપ્પતા લેવાતા હોવાની બુમ
અરવલ્લી જિલ્લામાં ખાણ ખનીજ વિભાગમાં ગેરરીતિઓ ચાલી રહેલીના આક્ષેપો સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે જેમાં.ઓવર લોડ રોયલ્ટી પાસ વગરની ગાડીઓમાં બાતમી આપે એની ગાડીઓ છોડી દેવાની વહીવટ કરી લેવાનો અને બીજી ગાડીઓ પકડવાની.તે જ રીતે પરમીટ આપી હોય એ જગ્યાએ એ વધુ ખોદકામ થાય તો પણ વહીવટ કરી લેવાનો અને માપ ઓછો બતાવવાનો લોકમુખે જિલ્લામાં ચર્ચાઓ ચાલી રહી છે કે ખાણ ખનીજ અરવલ્લીમાં એક કર્મચારી કરાર ઉપર છે એનો 18 હજાર પગાર છે પણ સંપતિ કરોડોમાં છે.આ રીતે જે ખરેખર રોયલ્ટી ભરપાઈ કરી ને સરકારી તિજોરી માં પૈસા જવા જોઈએ એ પૈસા આ ભ્રષ્ટ અધિકારીઓ ની તિજોરીમાં જાય છે.EC સર્ટી વગર ની કોરીઓ જિલ્લામાં ચાલી રહી છે .કોઈ કાર્યવાહી થતી નથી.અન્ય કોરી વિસ્તાર કરતા વધુ ખોદકામ કરી નાખેલ છે તો પણ કોઈ કાર્યવાહી થતી નથી લોકમુખે ચર્ચા છે દરેક કોરી વાળા જોડે થી 70-70 હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો છે વધુમાં કે gps ટ્રેકિંગ સિસ્ટમ નો કોઈ અમલ નહિ નિયમો નેવે મૂકી હપ્તાખોરી કરતા આ ખાણ ખનીજના તમામ કર્મચારી વિરૂદ્ધ આગામી સમયમાં જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવાના આક્ષેપો સાથે પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે ઉપરાંત વિજિલન્સ વિભાગ તેમજ રાજ્યના ખાણખનીજ કમિશનરને લેખિતમાં ફરિયાદ પણ કરવામાં આવશે તેવું વાયરલ પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે





