
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કૃષિ સહાય પેકેજમાં અરજદાર ખેડૂતોને બેંકમાં આધાર ઇનેબલ કરવા બાબત
અરવલ્લી જિલ્લાના ખેડૂતોને જણાવવાનું કે, હાલમાં કૃષિ રાહત પેકેજ-ઓક્ટોમ્બર 2025 અંતર્ગત પાક નુકશાનીની સહાયની કામગીરી ચાલી રહેલ છે. જેમાં આધાર આધારિત પેમેન્ટ થતું હોવાથી ખેડૂતો પોતે જે ખાતામાં સહાય લેવા માંગતા હોય તે ખાતામાં આધાર ઇનેબલ (DBT ENABLE) કરવા સંલગ્ન બેંકમાં જઇ આધાર કાર્ડની નકલ સાથે અરજી આપવાની રહેશે. સદર પ્રક્રિયા થશે તો જ બેંક ખાતામાં સહાય જમા થશે જે ધ્યાને લેવું.
કૃષિ સહાય પેકેજમાં અરજી કરેલ ખેડૂતોએ આધાર કાર્ડ અને આધાર ઇનેબલ કરવા અરજી જે તે બેંકમાં આપવાની રહેશે. વધુ માહિતી માટે આપની તાલુકાની ખેતીવાડી શાખાનો/વિસ્તરણ અધિકારી(ખેતી)/ગ્રામસેવકનો સંપર્ક કરવો.




