ARAVALLIMEGHRAJMODASA

રેલ્લાવાડા :- ડોનગીરીનો રોફ જમાવવો આરોપીઓને ભારે પડ્યો : ઇસરી પોલીસે રેલ્લાવાડા બજારમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું – કોર્ટે એ રિમાન્ડ ના મંજૂર કરતા આરોપીઓ જેલ હવાલે 

રેલ્લાવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીના અપહરણ મામલે ઇસરી પોલીસની ત્વરિત કાર્યવાહી

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

રેલ્લાવાડા :- ડોનગીરીનો રોફ જમાવવો આરોપીઓને ભારે પડ્યો : ઇસરી પોલીસે રેલ્લાવાડા બજારમાં આરોપીઓનું સરઘસ કાઢ્યું – કોર્ટે એ રિમાન્ડ ના મંજૂર કરતા આરોપીઓ જેલ હવાલે

રેલ્લાવાડા હાઈસ્કૂલના વિદ્યાર્થીના અપહરણ મામલે ઇસરી પોલીસની ત્વરિત કાર્યવાહી

ડોનગીરીનો રોફ જમાવવો આરોપીઓને ભારે પડ્યો

રેલ્લાવાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કરી તેને અવારુ જગ્યાએ લઈ જઈ માર માર્યાની ગંભીર ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનામાં ઇસરી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી કાર્યવાહી કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ આરોપીઓએ ડોન તરીકેનો રોફ જમાવવાની મનોવૃત્તિ સાથે હાઈસ્કૂલના વિદ્યાર્થીનું બાઇક પર અપહરણ કર્યું હતું.ત્યારબાદ વિદ્યાર્થીને એકાંત જગ્યાએ લઈ જઈ શારીરિક મારપીટ કરી ભયભીત બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ઇસરી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો.ઇસરી પોલીસે ઘટનામાં સંડોવાયેલા હર્ષભાઈ કનુભાઈ ગામેતી, રહેવાસી રાજગોર અને મયુરભાઈ પાંડોર, રહેવાસી વાંટા (પાણીબાર)ને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય બે અજાણ્યા ઇસમોની શોધખોળ ચાલી રહી છે.પોલીસ દ્વારા આરોપીઓનું રેલ્લાવાડા બજારમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. સરઘસ દરમિયાન બજારમાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. આરોપીઓને જાહેરમાં કાન પકડી માફી મંગાવવામાં આવી હતી, જેથી સમાજમાં કાયદાનો ડર અને સંદેશો પહોંચે.સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. આરોપીઓના રિમાન્ડ મંજૂર ન થતા બંને આરોપીઓને મોડાસા સબજેલ ખાતે ખસેડવામાં આવ્યા છે.ઇસરી પોલીસની સખ્ત અને ઝડપી કાર્યવાહીના કારણે વિસ્તારમાં અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.

Back to top button
error: Content is protected !!