ARAVALLIMODASA

મોડાસા :લિઓ પોલીસ ચોકીના GRD જવાનોને સલામ વિખુટી પડેલી 4 વર્ષીય બાળકીનું પરિવાર સાથે મીલન થતા રાજસ્થાની પરિવાર આનંદિત 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા :લિઓ પોલીસ ચોકીના GRD જવાનોને સલામ વિખુટી પડેલી 4 વર્ષીય બાળકીનું પરિવાર સાથે મીલન થતા રાજસ્થાની પરિવાર આનંદિત

અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસકર્મીઓની ઉમદા અને માનવતા ભરી કામગીરી ખાખીને ચાર ચાંદ લગાવી રહી છે મોડાસા બસ પોર્ટ લિઓ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા સુરક્ષા જાવવાનોની આંખો 4 વર્ષીય રડતી બાળકી પર પડતા બાળકીએ પરિવારથી વિખુટી પડી હોવાની જાણ કરતા તાબડતોડ સુરક્ષા જવાનોએ મોડાસા બસ સ્ટેન્ડ પાછળ સારવાર કરાવવા આવેલ પરિવારને શોધી કાઢી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતા પરિવારની આંખો ભીની થઇ ગઈ હતી રાજસ્થાની પરિવારે પોલીસની કામગીરીની સરાહના કરી હતી મોડાસા શહેર રાજસ્થાનમાં આરોગ્ય નગરી તરીકે આગવું સ્થાન ધરાવે છે મોડાસા શહેરમાં રાજસ્થાનથી પરિવાર તેમની 4 વર્ષીય બાળકી સાથે બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારમાં હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યું હતું પરિવાર સાથે રહેલી 4 વર્ષીય બાળકી પરિવાર થી વિખુટી પડી જતા રડવા લાગી હતી લિઓ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા કર્મીની બાળકી પર નજર પડતા બાળકીને સાંત્વના અને હૂંફ આપી પૂછતા તેના માતા-પિતા દવાખાને સારવાર કરાવવા આવ્યા હોવાનું જણાવતા હોસ્પિટલોમાં બાળકીના પરિવારજનોની શોધખોળ હાથધરી હતી બાળકીના પરિવારજનો પણ બાળકી ગુમ થતા બેબાકળા બન્યા હતા ત્યારે પોલીસ ચોકીમાં ફરજ બજાવતા સુરક્ષા જવાનોએ પરિવારને શોધી કાઢી તેમની ગુમ બાળકીને પરિવારને સોંપતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને પોલીસકર્મીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!