અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : જીનીયસ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ, મોડાસા સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ દ્વારા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા) નું આયોજન કરવામાં આવ્યું
સપ્તક ટ્રસ્ટ સંચાલિત જીનીયસ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ, મોડાસા સ્કૂલમાં અંગ્રેજી માધ્યમ દ્વારા સાયન્સ ફેર (વિજ્ઞાન મેળા) નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઇવેન્ટમાં સપ્તક ટ્રસ્ટ સાથે જોડાયેલ તમામ સભ્યોએ હાજરી આપી આ ઈવેન્ટીની શોભા વધારી હતી. આ સાયન્સ ફેરમાં વિદ્યાર્થીએ વિજ્ઞાનને લગતા ઘણા અલગ – અલગ 200 થી પણ વધારે પ્રોજેક્ટ મોડેલ બનાવ્યા હતા. તેમાં Play group થી ધોરણ 10 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં GPS Tracking, Irrigation, Smart city અને રોબર્ટિક્સ કાર એમ અનેક નવીન પ્રોજેક્ટ બનાવ્યા હતા. અંગ્રેજી માધ્યમ પ્રિન્સિપાલ અજીત નાયર, સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા આ ઇવેન્ટ ને સફળ બનાવવામાં આવ્યો હતો.