ARAVALLIMODASA

મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં અરજદારની ગુમ થયેલ મોટર સાયકલ નેત્રમ શાખાની મદદથી પરત મેળવવામાં સફળતા

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં અરજદારની ગુમ થયેલ મોટર સાયકલ નેત્રમ શાખાની મદદથી પરત મેળવવામાં સફળતા

અત્રેના જિલ્લાના મોડાસા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં અરજદાર પટેલ હર્ષકુમાર નટવરલાલ રહે. ઍ-૩૨, ઉત્સવવેલી, મેઘરજ રોડ, મોડાસાનાઓ તા.૧૮/૧૧/૨૦૨૪ના રોજ ક.૧૧:૧૫ વાગ્યાની આસપાસ રોજીંદા કામસારૂ પોતાની મોટર સાયકલ GJ09CH0048 લઇને મોડાસા શ્યામસુંદર કોમ્પ્લેક્સ નજીક પાર્ક કરેલ ત્યાર બાદ ખરીદી કરવા બજારમાં ગયેલ અને પરત આવી જોતા અરજદારની મોટર સાયકલ જોવા ન મળતાં ગુમ થયેલ જણાઇ આવેલ. સદર બાબતે અરજદાર દ્વારા અત્રેની નેત્રમ શાખા-અરવલ્લીનો સમ્પર્ક કરેલ. સદર બાબતે નેત્રમ શાખાના હાજર કર્મચારી દ્વારા પ્રાથમિક માહિતી મેળવી નેત્રમ શાખાના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં માલુમ પડયુ કે જે ઇસમ બાઇક લઇ ગયેલ એનુ બાઇક જે જગ્યાએ પાર્ક કર્યુ હતુ તે જગ્યાએ બાઇક હતુ તે અજાણ્યો ઇસમ અરજદારની મોટર સયકલ લઇ ચારરસ્તા થી સાઇ મંદિર તરફ જતો જણાઇ આવેલ. જેની માહિતી તાત્કાલીક નેત્રમ ઈન્ચાર્જ શ્રી જે.એચ.ચૌધરી સાહેબને આપી હતી તેમના માર્ગદર્શન હેઠળ ITMS સોફ્ટવેરનો ઉપયોગ કરી વધુ તપાસ કરતાં અરજદારની મોટર સાયકલ ભુલથી લઇ ગયેલ હોવાનુ જણાઇ આવેલ. જેના આધારે અરજદારની મોટર સાયકલ કિં.૫૦,૦00/- સહિસલામત પરત મળી આવેલ.આમ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવેલ CCTV કેમેરાના માધ્યમથી અરજદારની મોટર સાયકલ કિંમત રૂપિયા ૫૦,૦૦૦/- પરત મળી આવતાં અરજદાર દ્વારા ટીમ નેત્રમની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યકત કરેલ.

Back to top button
error: Content is protected !!