ARAVALLI

બાયડ ના અલવા કંપા પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં ભંગાણ પડતા વાહનચાલકો પરેશાન

વાત્સલ્યમ સમાચાર કિરીટ પટેલ બાયડ

બાયડ મોડાસા રોડ પર અલવા કંપા નજીકથી પસાર થતી સુજલામ સુફલામ સ્ટેન્ડિંગ કેનાલના ભંગાણ થતા પાણી રોડ પર આવી જવાથી રોડ પર ખાડા પડી જવા પામ્યા છે છેલ્લા એક મહિનાથી આ લીકેજ ના લીધે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે રાતના સમયે પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ સુજલામ સુફલામ સ્ટેન્ડિંગ કેનાલમાં પાણીનો પ્રવાસ ચાલુ હોવાને લીધે રીપેરીંગ કરવામાં મુશ્કેલી આવી રહી છે
સુજલામ સુફલામ સ્ટેન્ડિંગ કેનાલના લીકેજ મુદ્દે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવી છે સુજલામ સુફલામ ટ્રેનિંગ કેનાલ હિંમતનગર ડિવિઝનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીએમ ભાભોરના જણાવ્યા અનુસાર હાલ પાણીનું પ્રવાહ ચાલુ હોવાથી રીપેરીંગમાં અડચણ આવી રહી છે
એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીએમ ભાભોરના જણાવ્યા અનુસાર સુજલામ સુફલામ કેનાલમાં પાણીનો પ્રવાહ બંધ કર્યા પછી કેનાલનું સમારકામ યુદ્ધના ધોરણે કરવામાં આવશે હાલ તો રોડ પર પડી ગયેલા ખાડાઓને લીધે હેવી વાહનો ને અવરજવરમાં પારાવાર મુશ્કેલી પડી રહી છે સત્વરે પ્રશાસન લીકેજનું સમારકામ કરીને વાહનચાલકોની પરીક્ષાની દૂર કરે એવી પ્રબળ માંગ વાહન ચાલકો કરી રહ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!