AHAVADANGGUJARAT

આહવા તાલુકાની 12 વર્ષીય સગીર યુવતી સાથે અડપલા કરતા યુવતી બુમાબુમ કરતા યુવકના બદઇરાદાથી બચી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં એક ગામની 12 વર્ષીય સગીર વયની  દીકરી કાકી જોડે ઝરણા પાસે કપડા ધોવા માટે ગઈ હતી.અને આ સગીર વયની દીકરીએ તેણીનાં કપડા ધોઈ કાઢી હાજર કાકીને કહી નજીકનાં ઝરણા પાસે કરચલા પકડવા જતી હોવાનું જણાવી કરચલા પકડવા જતી રહી હતી.તે વેળાએ આહવા તાલુકાનાં જાખાના ગામનો સંજયભાઇ મોહનભાઇ પાટીલ નામનો યુવક આ 12 વર્ષીય સગીર દીકરી પાસે આવ્યો હતો.અને સંજય મોહન પાટીલે પાછળથી તેણીનો હાથ પકડીને ઝરણાથી આગળ કુવા પાસે ખેંચીને લઇ ગયેલ હતો અને સગીરાને સુવડાવવા પ્રયત્ન કર્યો હતો.સાથે વાંકી વાળવા લાગેલ તથા શરીર ઉપરના કપડા બળજબરીથી કાઢી નાખી છાતી ઉપર તથા શરીર ઉપર હાથ ફેરવવા લાગ્યો હતો.જેથી સગીરાએ બૂમાબૂમ કરતા સંજય પાટીલ કહેવા લાગેલ કે,” તુ બુમાબુમ નહી કર નહીંતર તને અહીં જ મારી નાખીશ.”  જોકે  ગામના લોકોએ આ ઘટના જોતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા.ત્યારે સંજય પાટીલ ગ્રામજનોને જોઇને ત્યાથી નાશી છૂટયો હતો.જે બાદ ગામના લોકોએ સગીરાને તેની પિતરાઈ બહેન પાસે હેમખેમ પહોંચાડી હતી.તેમજ ગ્રામજનોએ સગીરાની પિતરાઈ બહેનને તમામ હકીકતથી વાકેફ કરવામાં આવી હતી. જે બાદ પિતરાઈ બહેને ગામનાં પંચરાહે પંચ ભેગી કરવાનું નક્કી કરેલ હતુ. પરંતુ આ સંજય પાટીલ પિતરાઈ બહેન તથા સગીર વયની દિકરીને આ બનાવ બાબતે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જે બાદ સમગ્ર મામલો સાપુતારા પોલીસ મથકે પહોંચ્યો હતો.ત્યારે સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.પી.ચુડાસમાની ટીમે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!