હિંમતનગર સરકારી સિવિલના ડોક્ટરોએ ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપો : મેઘરજ તાલુકાના ભાટકોટા ગામના દર્દીનું ઓપરેશન થઈ ગયાં પછી ફરીથી ઓપરેશન ખોલતાં દરમ્યાન થયું મોત
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
હિંમતનગર સરકારી સિવિલના ડોક્ટરોએ ગંભીર બેદરકારી દાખવી હોવાના આક્ષેપો : મેઘરજ તાલુકાના ભાટકોટા ગામના દર્દીનું ઓપરેશન થઈ ગયાં પછી ફરીથી ઓપરેશન ખોલતાં દરમ્યાન થયું મોત
મેઘરજ તાલુકાના ભાટકોટા ગામના દર્દી ભગોરા રમીલાબેન કાંતિભાઈનું ઓપરેશન થઈ ગયાં પછી બ્લડ ચાલું થઈ જતાં ફરીથી ઓપરેશન ખોલતાં તે દરમ્યાન મોત થયું હોવાની માહિતી
આંતરડાનું ઓપરેશન કરતી વખતે વધારે પ્રમાણમાં બ્લડ નીકળી ગયું હોવાથી દર્દીનું મૃત્યુ થયું હોવાના પરિવારના આક્ષેપ,દસ બોટલ લોહી ચડાવવામાં આવ્યું હોવાં છતાં દર્દીનું મૃત્યુ થતાં પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ લોહી જમાં કરવા બાબતે પણ સિવિલના સ્ટાફ દ્વારા મૃતક દર્દીના પુત્ર સાથે અશોભનીય વ્યવહાર કર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યાં આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટના બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી