ARAVALLIMEGHRAJ

કુણોલ થી ધાંધિયા-વાલુણા-બેડઝ -મેઘરજ ને જોડતા રોડનો વિકાસ રૂંધાયો, ઠેળ ઠેળ ખાડા રાજ, રીપેરીંગ કામમાં પણ વેઠ, બીલો ઉધારવામાં માહેર..?

છેલ્લા કેટલાય વર્ષો થી કુણોલ થી ધાંધિયા-વાલુણા-બેડઝ -મેઘરજ ને જોડતાનો વિકાસ અટકાવી ને બેઠું છે માર્ગ અને મકાન વિભાગ..?

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

કુણોલ થી ધાંધિયા-વાલુણા-બેડઝ -મેઘરજ ને જોડતા રોડનો વિકાસ રૂંધાયો, ઠેળ ઠેળ ખાડા રાજ, રીપેરીંગ કામમાં પણ વેઠ, બીલો ઉધારવામાં માહેર..?

છેલ્લા કેટલાય વર્ષો થી કુણોલ થી ધાંધિયા-વાલુણા-બેડઝ -મેઘરજ ને જોડતાનો વિકાસ અટકાવી ને બેઠું છે માર્ગ અને મકાન વિભાગ..?

સરકાર માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરોડો રૂપિયાના રોડ રસ્તાની જાહેરાત કરી દે છે અને કામ પણ થાય છે પરંતુ જ્યાં કામ જ નથી થયું તેવા રસ્તાની જાહેરાત કેમ નથી તે સવાલ છે અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગમાં ઘણો ભ્રષ્ટાચાર છે છતાં કોઈ અધિકારી કાર્યવાહી કરવા કે તપાસ કરવા તૈયાર નથી કારણે કે તેમને માત્ર ગુલાબી લહેરમાં રહેવું વધારે પસન્દ આવે છે અને ભંગાર અને ખાડા વારા રસ્તાને લઇ આમ જનતા મુશ્કેલી નો સામનો કરી રહી છે

મેઘરજ તાલુકની વાત કરવામાં આવે તો રોડ રસ્તાના કરોડો રૂપિયાના કામો મંજુર થયાં છે પરંતુ કેટલીક જગાએ કામજ નથી થયાં તે રસ્તાઓ ને લઇ ચર્ચાઓ જામી છે જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાય વર્ષ થી કુણોલ થી ધાંધિયા-વાલુણા-બેડઝ -મેઘરજ ને જોડતા રોડનો વિકાસ રૂંધાયો હોય તેવો ઘાટ છે વર્ષો વીતવા છતાં હજુ નવીન રસ્તો બન્યો નથી માત્ર ખાડાઓ પુરી આમ જનતા ને મૂર્ખ બનાવતું માર્ગ અને મકાન વિભાગ છે જેને લઇ સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે હાલ ખાડા માત્ર ને માત્ર ક્યાંક પુરી સમારકામ કર્યું હોવાનું સાબિતી તો નથી ને કે સમારકામ થયું..? એમાં પણ વેઠ વારી રૂપિયાના બીલો ઉધારવામાં પણ માર્ગ અને મકાન વિભાગ માહેર છે કે શું…? એ પણ ચર્ચાઓ ચાલી છે. છેલ્લા કેટલાય સમયથી આ રોડ નવીન કે રીપેરીંગ થયો નથી જેને લઇ રોડ પર ઠેળ ઠેળ ખાડો જોવા મળી રહ્યાં છે વાહન ચાલકો પણ પરેશાન થયાં છે પરંતુ આ રસ્તાઓ પરથી નીકરતા નેતાઓ ને રસ્તાની દુર્દશા કેમ નથી દેખાતી. વિકસાની વાતો વચ્ચે જવાબદાર તંત્ર કેમ રસ્તાનો વિકાસ અટકાવી બેઠું છે ક્યારે કરશે નવીન રસ્તો એ પણ એક સવાલ છે.હાલતો કુણોલ થી ધાંધિયા-વાલુણા-બેડઝ -મેઘરજ ને જોડતા રોડ ઝડપથી નવીન બને તે લોકો ઈચ્છી રહ્યા છે

Back to top button
error: Content is protected !!