અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
શામળાજી હિંમતનગર હાઇવે પર ગળાદર પાસે પુલ પરથી કાર નીચે ખાબકી, અકસ્માતમાં 4 ના મોત,શામળાજી મંદિરથી દર્શન કરી જઈ રયો હતો પરીવાર.
અમદાવાદ ઉદયપુર હાઇવે ઉપર મોડાસાના ગળાદર પાસે સર્જાયો અકસ્માત પાંચ લોકોના મોત શામળાજી મંદિરથી દર્શન કરી જઈ રયો હતો પરીવાર.દેવ દિવાળી ના દિવસે શામળાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 4 લોકોના મોત થયા હતા
શામળાજી મંદિરેથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારને અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પર મોડાસાના ગળાદર પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં કાર હાઇવે પર આવેલા પુલ પરથી 35 ફૂટ નીચે ખાબકી હતી. જેથી કારમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા. જેમાં બે પુરૂષો, એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં આસપાસમાંથી લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલમાં મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે શામળાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.