ARAVALLIMODASA

અરવલ્લી: જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનના PSO માટે આપવામાં આવેલા સરકારી PSO નંબર બે – ત્રણ દિવસથી બંધ હાલતમાં ..!! તંત્ર અજાણ કે શું…?

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનના PSO માટે આપવામાં આવેલા સરકારી PSO નંબર બે – ત્રણ દિવસથી બંધ હાલતમાં ..!! તંત્ર અજાણ કે શું…?

સરકાર ધ્વારા પોલીસ ઝડપથી લોકોને મદદ રૂપ બની રહે તે માટે જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં PSO તરીકે ફરજ બજાવતા કર્મીઓ ને પોલીસ સ્ટેશન દીઠ સરકારી નંબર આપવામાં આવ્યા હતા અને કોઈ ફરિયાદ હોય કે પછી કોઈ ઇમરજન્સી વર્ધી સહિત ને ઝડપથી પોહચી વરવા માટે પોલીસ સ્ટેશનમાં સરકારી નંબર આપવામાં આવ્યો હતો જેનો ઉપયોગ આમ જનતા કરતી હતી જયારે પણ કામ પડે ત્યારે પરંતુ હવે આ નંબરો અચાનક છેલ્લા કેટલાક દિવસથી બંધ હાલતમાં જોવામાં મળી રહ્યા છે. સાથે વાત્સલ્યમ સમાચાર ધ્વારા રિયાલિટી ચેકઅપ કરતા જિલ્લાના કેટલાક પોલીસ સ્ટેશનના સરકારી PSO ને આપવામાં આવેલા તમામ નંબર બંધ હોવાનું સામે આવ્યું હતું ત્યારે હવે સરકારી નંબર પણ અચાનક બંધ થઈ જતા અરજદારો અને ફરિયાદી તેમજ જાગૃત નાગરિકો ને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવી રહ્યો છે. સાથે સવાલો પણ ઊભા થયા છે શું જવાબદાર તંત્ર આ બાબતો જાણે છે ખરુ..? અને કયા કારણે નંબર બંધ થઈ ગયા તે પણ સવાલ ઉભો થયો છે.ત્યારે આ બાબતે જિલ્લા પોલીસ વડા પોલીસ સ્ટેશનમાં આપવામાં આવતા સરકારી PSO નંબર આમ જનતા માટે તાત્કાલિક શરૂ કરે તેવી માંગ કરવામાં આવી રહી છે .બીજી તરફ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ને આ બાબતે પૂછતા જાણવા મળ્યું હતું કે આ નંબરો છેલ્લા કેટલાક દિવસથી બંધ હાલતમાં છે કયા કારણે બંધ છે ખબર નથી પરંતુ હોઈ શકે કે નવા નંબર આપવામાં આવે તેવુ જાણવા મળ્યું હતું

Back to top button
error: Content is protected !!