ARAVALLIMODASA

ભિલોડાના સુણસર ગામે આવેલ ધોધનો આલ્હાદાયક નજારો, મીની કાશ્મીર તરીકે ઓરખાય છે ધોધ, સહેલાણીઓ ઉમટી પડી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ભિલોડાના સુણસર ગામે આવેલ ધોધનો આલ્હાદાયક નજારો, મીની કાશ્મીર તરીકે ઓરખાય છે ધોધ, સહેલાણીઓ ઉમટી પડી

 

જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તરગુજરાત નું ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશી ના વતન થી નજીક ભિલોડા તાલુકા ના પૂર્વ માં આવેલું સુનસર ગામ આ સુનસર ગામ ની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ઘોધ જે સુનસર ધોધ નામ થી પ્રચલિત છે આ સ્થળ પર જવા માટે ભિલોડા થી 8 કિમિ દૂર એસટી બસ અને પ્રાઇવેટ વહીકલ દ્વારા જઇ શકાય છે અમદાવાદ વાયા હિંમતનગર થઈ ને પણ સુનસર જઈ શકાય છે ભિલોડા ના સુનસર ગામે જોઈએ સુનસર ગામ નો આંખો દેખ્યો અહેવાલ

ચોમાસા ની મોસમ માં વરસાદ ને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે અરવલ્લી જિલ્લા ના ભિલોડા તાલુકા ના સુણસર ગામે અરવલ્લી ની ગિરિમાળા માથી 500 ફુટ થી વધુ ઊંચાઈ એથી એક આહલાદક ધોધ પડેછે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલુછે દર ચોમાસા ના ચાર મહિના માં આ શિલાઓ માંથી ઝરણું ધોધ સ્વરૂપે વહેછે તેની શરૂઆત શ્રાવણ માસ થી થાય છે શ્રાવણ માસ માં આસપાસ ના ભુદેવો જનોઈ બદલવા આ ધોધ ના કિનારે આવેછે આ ધોધ માં ભુદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહીત યજ્ઞોપવિત ધારણ કરેછે આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજ ના કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતા ના આશીર્વાદ લેવા આવેછે અને તેમના શુભ પ્રસંગ ની શરૂઆત કરેછે તેવી પૌરાણિક માન્યતા રહેલી છે આમ આ સ્થાન પૌરાણિક અને ધાર્મિક રીતે ખુબજ પ્રસિદ્ધ છે અને લોકો ની ભારે ભીડ જામે છે

આ સ્થાન પર ચોમાસા માં જે કુદરતી ધોધ નો નજારો જામે છે તેને નિહાળવા અને ધોધ માં સ્નાન કરવા અરવલ્લી સાબરકાંઠા અને સમગ્ર ગુજરાત ભર માંથી નાવયુવાનો સહેલાણીઓ ઉમટી પડેછે ખુબજ કુદરતી વાતાવરણ માં ભરપૂર ધોધ નો આનંદ લૂંટે છે અત્યાર ના આધુનિક યુગ માં મોબાઈલ દ્વારા આવા કુદરત ના કરિશ્મા સમાન ધોધ માં નવ યુવાનો અને સહેલાણીઓ શેલ્ફી લેવા નું પણ ચુકતા નથી આમ એક મીની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લી ની ગિરિમાળાઓ માં સર્જાયું છે ત્યારે આસપાસ ના તેમજ ગુજરાત ના હજારો અબાલ વૃદ્ધ સૌ કોઈ કુદરતી નજરા નો ભરપૂર આનંદ લૂંટી રહ્યા છે અને આ સ્થાન ને સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે વિકસાવવા માં આવે તેવી માગ કરી રહ્યા છે

 

Back to top button
error: Content is protected !!