ARAVALLIMEGHRAJ

મેઘરજ તાલુકાના માર્ગોની દયનિય હાલત – તંત્રની નિષ્ફળતા કે બેદરકારી..? જીતપુર થી તરકવાડા જોડતા માર્ગ ની દયનીય હાલત 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ તાલુકાના માર્ગોની દયનિય હાલત – તંત્રની નિષ્ફળતા કે બેદરકારી..? જીતપુર થી તરકવાડા જોડતા માર્ગ ની દયનીય હાલત

મેઘરજ તાલુકાના જીતપુર (ખાખરીયા) થી તરકવાડા ગામને જોડતો મુખ્ય માર્ગ આજે જીવલેણ ખાડાઓથી ભરાયો છે. ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓ કારણે સ્થાનિક રહીશો, ખાસ કરીને શાળામાં જતા વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો માટે મુશ્કેલીઓ સર્જાઈ છે. ચોમાસાના સમયે ખાડાઓમાં ઠેર ઠેર પાણી ભરાયા છે જેના કારણે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે

રસ્તા પર માત્ર એકાદ નહીં પરંતુ 20 થી વધુ મોટા ખાડાઓ સર્જાયા છે. વરસાદ પડે ત્યારે આ ખાડાઓ પાણીથી ભરાઈ જતા હોય છે, જેના કારણે અકસ્માતોની શક્યતા વધે છે.વિશેષ એ છે કે આ માર્ગ મંજૂર થયા ઘણો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી માર્ગ મકાન વિભાગ તરફથી કોઈ મરામત કાર્ય કે નવીન બનાવવા હાથ ધરવામાં આવ્યો નથી. તંત્રની આ અવગણના અને ગોર નિંદ્રા સામે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળે છે.

હાલ ગ્રામજનોની માંગ છે કે તાત્કાલિક ખાડા ભરવાની કામગીરી હાથ ધરવામાં આવે માર્ગને પાકો બનાવવા માટે તુરંત યોજના ઘડી અમલ થાય અને શાળાઓ જતાં વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત માર્ગ વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે જરૂરી છે સાથે જો આ સમસ્યા અંગે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો ગ્રામજનો દ્વારા આંદોલન અથવા જાહેર રજૂઆત થવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!