અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : માલપુરના ચૌધરી સમાજના યુવક પર થયેલ હુમલા ને લઇ ન્યાય માટે સમાજના લોકો એ SP ને આવેદન પત્ર આપ્યું : કલમ બી.એન.એસ. કલમ ૧૦૯ ઉમેરવાની માંગ
માલપુર ગામે અમારા આંજણા પટેલ સમાજ ગામના ચૌધરી બીપીનભાઈ કાંહ્યાભાઈ ઉ.આ.વ. ૩૧ જેઓ ખેતી તથા સમાજસેવાનુ કામ કરે છે.પીપરાણા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ-સભ્યોના હોદ્દાની ચુંટણી જુન ૨૦૨૫ માં યોજાયેલ.જેમાં ચુંટણીમાં બીપીનભાઈ સરપંચના ઉમેદવાર હતા.આ ચુંટણીમાં બહાદુરસિંહ રાઠોડ તેઓના હરીફ ઉમેદવાર હતા.પીપરાણા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અગાઉ તેમના પુત્રવધુ તેમજ તેમના પુત્ર નિર્ભયસિંહ જિલ્લા પંચાયતના હોદ્દેદાર છે. તેઓએ ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયતમાં કરેલા ભ્રષ્ટાચાર બાબતે ઉપરોક્ત બિપીનભાઈ વારંવાર રજૂઆતો કરતા હતા તેથી આ પ્રીતેશસિંહ બહાદુરસિંહ રાઠોડ વિગેરેએ તેઓને વારંવાર ધમકીઓ આપી હેરાન-પરેશાન કરતા હતા આ બાબતે બીપીનભાઈએ અગાઉ માલપુર પોલીસ સ્ટેશને ફરીયાદ અરજી પણ આપેલ છે તે પછી બીપીનભાઈને દબાવી દેવાના આશયથી અગાઉ આ પ્રીતેશસિંહે સ્કોરપીયો ગાડીની ટક્કર મારી બીપીનભાઈને મારી નાખવાના ઈરાદાથી ટક્કર મારેલ.તેમના ભાઈ નિર્ભયસિંહ ઉર્ફે પીન્ટુ માથાભારે ઈસમ છે તેઓની ઉશ્કેરણથી આ પ્રીતેશસિંહ ઝગડા તકરાર કરે છે તા ૨૦-૦૯-૨૦૨૫ ના રોજ ચૌધરી બીપીનભાઈ તથા પીપરાણા ગામના ગલબાભાઈ મોતીભાઈ પટેલીયા બંન્ને મોડાસા બલેનો ગાડી નં. જી.જે.૩૧. આર. ૨૬૦૨ લઈ મોડાસા ભાજપ પક્ષની પ્રબોધ-નાગરીકોની મીટીંગમાં આવેલા હતા. આ મીટીંગમાં ઉપરોક્ત નિર્ભયસિંહ આવેલા હતા. આ મીટીંગ પુરી થયા પછી ચૌધરી બીપીનભાઈ તેમજ ગલબાભાઈ બંન્ને તેમની બલેનો ગાડી લઈ મોડાસા થી માલપુર થઈ ગોવિંદપુર સીમમાં થઈ જઈ રહ્યા હતા ત્યારે રાઠોડ પ્રીતેશસિંહ બહાદુરસિંહ કાળા કલરની થાર ગાડી આગળ લાવી ઉભી કરી પ્રીતેશસિંહ લોખંડના સળીયો તેમની સાથેના ઈસમો ધારીયુ તેમજ લોખંડનો સળીયો લઈ બીપીનભાઈને ગાડીમાંથી બહાર ખેચી તેઓનુ ખુન કરવાના ઈરાદાથી લોખંડના સળીયાથી જીવલેણ ઘા કરતાં બીપીનભાઈના બંન્ને હાથ ફેક્ચર થયેલ છે શરીરે જીવલેણ ઈસજાઓ થયેલ બીપીનભાઈ જીવન-મરણ વચ્ચે જોલા ખાતા મોડાસા સાર્વજીન હોસ્પીટલમાં છે. આ તમામ કૃત્ય નિર્ભયસીંહ રાઠોડ ઉર્ફે પીન્ટુ જે ઉપરોક્ત પ્રીતેશસિંહના મોટાભાઈ છે તેઓ તમામ આ કૃત્ય કરાવે છે તેવા આક્ષેપો સાથે ઉપરોક્ત ઈસમોએ બીપીનભાઈનુ ખુન કરવાના ઈરાદાથી આયોજન કરી તેઓની ઉપર તીક્ષ્ણ જીવલેણ હથીયારોથી ઈજાઓ કરેલ છે આ કૃત્યની ફરીયાદના કામે બી.એન.એસ. કલમ ૧૦૯ ઉમેરો કરવા તેમજ મુખ્ય સુત્રધાર નિર્ભયસિંહ પીન્ટુને આરોપી તરીકે આ ફરીયાદની પુરી તપાસ કરી ગુન્હેગાર તરીકે સામેલ કરવા તેમજ અન્ય જવાબદાર ઈસમોને ગુન્હાના કામે આરોપી તરીકે લેવાની રજુઆત સાથે સમાજના લોકો SP કચેરી પોહ્ચ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું.તાત્કાલીક ધોરણે આરોપીઓ સામે સખત શિક્ષાત્મક પગલાં લેવા તેમજ તેઓની ધરપકડ થાય તે માટેની કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહિ આવેં તો ગાંધીચીધ્યા માર્ગે આગળ વધવાની જરૂર પડશે.તેવી ચીમકી ઉચ્ચારી હતી