GUJARATJUNAGADHKESHOD

કેશોદના વોડૅ નંબર બે આવેલ યોગેશ્રવર નગર સોસાયટીમાં રોડ રસ્તા અને પાણી ના પ્રશ્રો લયને આ વિસ્તારના રહીશો કોગ્રેસ પ્રમુખ ની સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પોતાની આપવીતી જણાવી હતી

કેશોદના વોડૅ નંબર બે આવેલ યોગેશ્રવર નગર સોસાયટીમાં રોડ રસ્તા અને પાણી ના પ્રશ્રો લયને આ વિસ્તારના રહીશો કોગ્રેસ પ્રમુખ ની સાથે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી પોતાની આપવીતી જણાવી હતી

કેશોદ ના વોડૅ નંબર બેમાં આવેલ યોગેશ્વર નગર હાલમાં સાત દિવસ પાણી મળી રહીયુ છે તો બીજી તરફ હાલમાં ચોમાસા ને લયને રોડ રસ્તામાં મોટા ખાડાઓ પડી ગયા છે જેને કારણે અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે ત્યારે આ તમામ બાબતો ને લયને શહેર કોગ્રેસ ના પ્રમુખ અશોકભાઈ ની આગેવાની હેઠળ આ વિસ્તાર ના અસંખ્ય મહિલાઓ પોતાના પ્રશ્ર્નો ની રજૂઆત કરવા માટે કેશોદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચેલી હતી અને ત્યાં તેઓએ અંગે નગરપાલિકા ના ઓફિસ સુપ્રિટેન્ડન્ટ ને પોતાના વિવિધ પ્રશ્ર્નો ની રજૂઆત કરી હતી અને તેનો વહેલી તકે ઉકેલ આવી જશે તેવી ખાતરી રજૂઆત કરનાર ને નગરપાલિકા અધિકારીશ્રી એ આપી હતી તેમ છતાં જો આ પ્રશ્ર્નો કોઈ ઉકેલ નહી આવે તો યોગશ્રવર સોસાયટી ના રહીશો આ મુદે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી

રીપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – જૂનાગઢ

Back to top button
error: Content is protected !!