ARAVALLIDHANSURAMODASA

ધનસુરા ના વડાગામમાં લૂંટારુઓ એ 2 લોકોને બંધક બનાવી લૂંટ ચલાવી ટોળકી એ આતંક મચાવ્યો , ફાર્મ હાઉસમાં ત્રણ લાખની લૂંટ : સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

ધનસુરા ના વડાગામમાં લૂંટારુઓ એ 2 લોકોને બંધક બનાવી લૂંટ ચલાવી ટોળકી એ આતંક મચાવ્યો , ફાર્મ હાઉસમાં ત્રણ લાખની લૂંટ : સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં ગઈ મધ્યરાત્રે લૂંટારુ ટોળકીનો આતંક ફેલાયો હતો. માહિતી મુજબ, કમલેશ પટેલના ફાર્મ હાઉસ પર લગભગ છ લૂંટારુઓ ત્રાટક્યા હતા. માસ્ક પહેરેલા તથા કાળા કપડાંમાં આવેલા લૂંટારુઓએ ફાર્મ હાઉસમાં હાજર બે લોકોને બંધક બનાવી લીધા હતા.

 

બંધક બનાવીને ટોળકીએ ઘરમાં તોફાન મચાવી આશરે ત્રણ લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો હતો. ઘટનાની સંપૂર્ણ તસવીર ફાર્મ હાઉસમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસ હવે સીસીટીવીના આધારે આરોપીઓની ઓળખાણમાં લાગી ગઈ છે.આ ઘટના સામે આવતા જ વડાગામ સહિત પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે. એક તરફ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ લૂંટારુ ગેંગ સક્રિય થતા લોકોમાં ચિંતા વ્યાપી છે.ઘટનાની જાણ થતાં જ ધનસુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી તપાસ હાથ ધરી હતી. ઉપરાંત, જિલ્લા એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ) અને એસ.ઓ.જી.ની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. પોલીસે લૂંટારુઓના પત્તા શોધવા માટે વિસ્તૃત તપાસ શરૂ કરી છે.પોલીસ મથકે આ મામલે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. સ્થાનિકોમાં સુરક્ષાની ચિંતાઓ વચ્ચે પોલીસે લૂંટારુ ટોળકી પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!