મોડાસા : મંત્રીના પુત્રો દ્વારા યુવકને માર મારવા મુદ્દે ફરિયાદ જ ના નોંધાઈ,પોલીસ ને સમાધાન કરાવવામાં રસ…?,આમ જનતા ને હવે પોલિસ પર ભરોસો રહેશે કે નહિ..? એ પણ એક સવાલ

અહેવાલ
અરવલ્લી :
મોડાસા : મંત્રીના પુત્રો દ્વારા યુવકને માર મારવા મુદ્દે ફરિયાદ જ ના નોંધાઈ,પોલીસ ને સમાધાન કરાવવામાં રસ…?,આમ જનતા ને હવે પોલિસ પર ભરોસો રહેશે કે નહિ..? એ પણ એક સવાલ
મંત્રીના પુત્રો ધ્વારા યુવકને માર મારવાના વાયરલ વિડીયો સામે આવ્યાના 24 કલાકથી વધુ સમય વિવિતા છતાં ફરિયાદ ન નોંધાઈ, આમ જનતા ને હવે પોલિસ પર ભરોસો રહેશે કે નહિ..? એ પણ એક સવાલ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખે નિવેદન આપતા કહયું….કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર સહકાર મંત્રીના પુત્રનો વરઘોડો કાઢશો કે નહીં એ પણ જોવું રહ્યું
મંત્રીના પુત્રો ધ્વારા યુવકને માર મારવાના મામલે વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અરવલ્લી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો હતો ઘટનાના 24 કલાક પછી પણ જિલ્લા પોલીસ ધ્વારા કોઇપણ ફરીયાદ ન નોંધાતા પોલીસ તેમજ જિલ્લા પોલીસ વડા સામે અનેક સવાલો ઊભા થયા છે પ્રજાને હવે પોલીસ પર ભરોસો રહેશે કે નહીં એ પણ એક સવાલ ઉભો થયો છે
મોડાસા પંથકમાં એક યુવકને શખ્સો દ્વારા માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો જેની અંદર મોડાસાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રીના બે પુત્રો તેમજ અરવલ્લી ભાજપ યુવા મોરચાના પ્રમુખ દ્વારા માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો કયા કારણોસર ભાજપના નેતાના પુત્રએ કાયદો હાથમાં લેવાની ફરજ પડી એના પણ સવાલ ઊભા છે સમગ્ર ઘટનામાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનથી લઈને જિલ્લા પોલીસ વડા સામે અનેક સવાલો ઊભા થયા છે જેમાં ઘટનાના 24 કલાક કરતા પણ વધુ સમય વિતવા આવ્યો હતો હજુ સુધી જે પણ ગુનેગાર છે એમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી કે કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં નથી આવી ત્યારે જિલ્લા પોલીસ સામે અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે અરવલ્લી કોંગ્રેસના પ્રમુખ કમલેન્દ્રસિંહ એ ઘટનાને શરમજનક ગણાવી હતી અને નિવેદન આપ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર સહકાર મંત્રીના પુત્રનો વરઘોડો નીકળશે કે નહીં એ પણ જોવું રહ્યું પોલીસ ફરિયાદ કરવાને બદલે કાયદો હાથમાં લેનાર સામે કાર્યવાહી થશે ખરી એ પણ જણાવ્યું હતું . જિલ્લા પોલીસવડા ધ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તેવી અપીલ પણ કોંગ્રેસ પ્રમુખે કરી હતી સરકારમાં બેઠેલા વ્યક્તિઓ અને ભાજપના હોદ્દેદારો પોતે આવું કૃત્ય કરે તે નીંદનિય બાબત છે તેમ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું




