ARAVALLIMEGHRAJ

મેઘરજના મહુડી ગામની કંડકટર દીકરીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં લખ્યું “મને બીજી નોકરી ના મળી” હું દુનિયા સૌથી ખુશ વ્યક્તિ છું

અહેવાલ

 

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના મહુડી ગામની કંડકટર દીકરીનો આપઘાત, સ્યુસાઇડ નોટમાં લખ્યું “મને બીજી નોકરી ના મળી” હું દુનિયા સૌથી ખુશ વ્યક્તિ છું

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના મહુડી ગામની 25 વર્ષીય ભૂમિકા રમેશભાઈ પરમાર જે મળતી માહિતી મુજબ એક વર્ષથી કંડકટર ની નોકરી કરતી હતી જે બારડોલી ડેપો ખાતે ફરજ બજાવતી હતી જે બારડોલી ખાતે એક ભાડાના મકાનમાં અન્ય એક મહિલા કંડકટર સાથે રહેતી હતી ભૂમિકા ગુરુવાર ના રોજ સાંજે નોકરી પરથી રૂમ પર આવી હતી અને પછી તેની પાર્ટનર બપોર પછી નોકરી પર ગઈ હતી. ત્યાર પછી તેની પાર્ટનર સાંજે નોકરી પરથી પરત ફરી રૂમ પર તે સમયે રૂમમાં ભૂમિકા લટકતી હાલતમાં જોવા મળી હતી.તુરંત નજીક રહીશો અને પોલીસ ને જાણ કરાઈ હતી. તે દરમિયાન ત્યાંથી એક સ્યુસાઇડ નોટ લખેલી સામે આવી હતી મહિલા કંડકટરે આપઘાત પહેલા લખેલી સુસાઇડ નોટ મળી આવી જેમાં લખ્યું હતું કે ડિયર મમ્મી પાપા આ દુનિયામાં તમારા જેવું કોઈ નથી મને મારાં સાસુ સસરા જેવું મને ક્યારેય નહિ મળે. આમાં કોઈના કારણે હું આ કોઈ પગલું ભરતી નથી બસ મને એજ થયું કે ” મને બીજી નોકરી ના મળી “લખી મહિલા કંડકટરે ફાસો ખાઈ લીધો હતો તો બીજી તરફ સ્યુસાઇડ નોટમાં 6 વાર લખ્યું હતું કે હું દુનિયા સૌથી ખુશ વ્યક્તિ છું આમ 25 વર્ષીય ભૂમિકા રમેશભાઈ પરમાર રહે મોહડી તા મેઘરજ જી અરવલ્લી એ ગળા ફાંસો ખાઈ આપઘાત કરતા પરિવારના માટે આભ ફાટ્યું જેવી સ્થિતિ સર્જાઈ હતી

Back to top button
error: Content is protected !!