
વિજાપુર ખણુસા ગામે મેલડી માતાના મંદિર તરફ જતા માર્ગે ગટર નુ પાણી ઉભરાઈ રોડ ઉપર ફેલાતા ગંદકીના કારણે રહીશો પરેશાન
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખણુસા ગામે આવેલ મેલડી માતાના મંદિર તરફ જવાના માર્ગમાં ગટર નુ ગંદુ પાણી ઉભરાઈ ને રોડ ઉપર ફેલાતા રોડ ઉપર ભારે ગંદકી ફેલાઈ છે. ગંદકી ના કારણે રોડ ઉપર થી પસાર થતા રાહદારીઓ વાહન ચાલકો ભારે પરેશાની મા મૂકાયા છે. ગંદકી ના કારણે વાઘેલા મચ્છરો ના ઉપદ્રવ ના કારણે આસપાસ રહેતા રહીશો મા રોગચાળો ફેલાય તેવી દેહસત ઊભી થવા પામી છે. આ બાબતે પંચાયત ને જાણ કરાઇ છે. પરંતુ પંચાયત હજુ સુધી તેનો ઉકેલ લાવી શકી નથી આ અંગે મેલડી માતાના મંદિર ના મહારાજે જણાવ્યું હતુ કે મેલડી માતાના મંદિરે સવાર સાંજ લોકો ની અવર જવર વધુ હોય છે. મંદિરે આવતા લોકો ગંદકી મા સાવચેતી રાખી ને પસાર થવું પડે છે અહી વાહનો ની પણ અવર જવર હોવાથી ગંદા પાણી ના છાંટા પસાર થતા રાહદારીઓ ઉપર ઉડે છે. ગંદકી ના કારણે મચ્છરો પણ વધી ગયા છે. જેથી તંત્ર સત્વરે પ્રશ્ન નિકાલ લાવે તેવી માંગ છે.





